Mehsana: PM મોદીના આગમનને લઈ મહેસાણામાં તૈયારીઓ, 3700 કરોડના વિકાસકાર્યોની મળશે ભેટ, જુઓ Video
PM Modi to visit Mehsana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર સવારથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવનાર છે. ઉત્તર ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ મોદી સોમવારે આપશે. ખેરાલુના ડભોડામાં વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ યોજાનાર છે. વતન મહેસાણાને 3700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ નરેન્દ્ર મોદી આપનાર છે. PM મોદી ખેરાલુ પહેલા શક્તિપીઠ અંબાજીના દર્શન કરશે જ્યાંથી સીધા જ તેઓ સભાસ્થળે પહોંચશે. જ્યાં પાંચ હજારથી વધુની ખર્ચના 16 વિકાસકાર્યોની ભેટ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે ગુજરાત આગામી સોમવારે આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટથી ઉતરીને તેઓ સીધા જ અંબાજી જવા રવાના થશે. અંબાજી મંદિરે દર્શન કરીને વડાપ્રધાન મોદી મહેસાણા જિલ્લાના ખેરાલુ નજીક આવેલા ડભોડમાં જાહેર સંભા યોજશે. સોમવારે સવારે 11.30 કલાકે વડાપ્રધાન સભા સ્થળે પહોંચશે. જ્યાં પાંચ હજારથી વધુની ખર્ચના 16 વિકાસકાર્યોની ભેટ આપશે.
આ પણ વાંચોઃ પશુપાલકો માટે સારા સમાચાર, સાબરડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, જાણો
નરેન્દ્ર મોદીના આગમનને લઈ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. વડાપ્રધાનના હેલિકોપ્ટરના કાફલાને માટે ત્રણ હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મહેસાણાના 3724 કરોડના વિકાસકાર્યોની ભેટ મળનારી છે. મોદી 7 પ્રોજેક્ટનુ લોકાર્પણ અને 4 પ્રોજેક્ટનુ ખાતમુર્હૂત કરનાર છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 28, 2023 04:13 PM
Latest Videos
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
