અમદાવાદના મહેમાન બનશે વડાપ્રધાન મોદી, મોટેરા ખાતે સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

29મી સપ્ટેમ્બરના રોજ સાંજે મોટેરા ખાતે મોદી સ્ટેડિયમમાં (Modi stadium) 36મા નેશનલ ગેમ્સ ઉદ્ઘાટન સમારોહમાં તેઓ ભાગ લેશે. આ કાર્યક્રમમમાં સવા લાખ લોકો ઉપસ્થિત રહેશે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Sep 28, 2022 | 8:28 AM

PM નરેન્દ્ર  મોદી (PM Narendra modi)  આગામી 29 અને 30 સપ્ટેમ્બરના રોજ બે દિવસ ગુજરાતની મુલાકાતે (PM Modi gujarat visit) આવવાના છે. જેમાં 29મી સપ્ટેમ્બરના રોજ સાંજે મોટેરા ખાતે મોદી સ્ટેડિયમમાં (Modi stadium) 36મા નેશનલ ગેમ્સ ઉદ્ઘાટન સમારોહમાં તેઓ ભાગ લેશે. આ કાર્યક્રમમમાં સવા લાખ લોકો ઉપસ્થિત રહેશે. જેથી કાર્યક્રમમાં લોકો સલામત રીતે પોતાના સ્થળ પર પહોંચી શકે તેના માટે વહીવટ તંત્રએ સુયોગ્ય  વ્યવસ્થા સજ્જ કરી છે. 3000 જેટલી બસ મોદી સ્ટેડિયમ આવશે જે માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા કરાઈ છે. અંદાજે 1500 ટ્રાફિકના પોલીસ બંદોબસ્ત માટે તૈનાત રહેશે.

બોડીવોર્ન કેમેરા સાથે પોલીસનું  પેટ્રોલિંગ

તેમજ ટ્રાફિક જામ ન થાય એટલા માટે 9 ઇન્ટર સેક્ટર વાન, 45 જેટલી ક્રેઈનનો ઉપયોગ કરાશે. તેમજ પ્રથમ વાર 5 ડ્રોન કેમેરાથી ટ્રાફિકજામ થયેલી જગ્યાની માહિતી કંટ્રોલરૂમને અપાશે અને તાત્કાલિક ટ્રાફિકજામ દુર થાય તેવી વ્યવસ્થા કરાશે.  દરેક જંકશન પર બોડીવોર્ન કેમેરા સાથે પોલીસનું અસરકારક પેટ્રોલિંગ(Police petrolling)  રહેશે. રાત્રીનું આયોજન હોવાથી મનપા દ્વારા મેડિકલ સાથે ORS, પીવાના પાણીની તેમજ વોશરૂમની સુવિધા રાખવામાં આવી છે. અને લાઉડ સ્પીકર સિસ્ટમ પણ સજ્જ કરાઈ છે. મોદી સ્ટેડિયમના પ્રોગ્રામને પાંચ સેક્ટરમાં વહેંચ્યો છે. અને દરેક સેક્ટરમાં એસપી કક્ષાના અધિકારી સુપર વિઝન કરશે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati