Gujarat Election 2022: વડાપ્રધાન મોદી આજે સાંજે આવશે ગુજરાત, 5 ડિસેમ્બરે રાણીપમાં કરશે મતદાન

Gujarat assembly election 2022: લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે પીએમ મોદી આજે રવિવારે ગુજરાત આવી રહ્યા છે. રવિવારે સાંજે અમદાવાદમાં તેમનું આગમન થશે. ત્યાંથી સીધા તેઓ ગાંધીનગર જવા રવાના થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 10:52 AM

5 ડિસ્મેબરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાવાની છે. ત્યારે ચૂંટણી પંચે મહાતૈયારી પૂર્ણ કરી દીધી છે. ત્યારે 5 ડિસેમ્બર એટલે કે આવતીકાલે મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ ગુજરાત આવવાના છે. વડાપ્રધાન પોતાના મતનો અધિકાર અદા કરવાના છે. આજે સાંજે જ તેઓ અમદાવાદ આવી જશે અને ગાંધીનગર જવા રવાના થવાના છે. ત્યારબાદ આવતીકાલે સવારે રાણીપમાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે.

લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે પીએમ મોદી આજે ગુજરાત આવી રહ્યા છે. આજે સાંજે અમદાવાદમાં તેમનું આગમન થશે. ત્યાંથી સીધા ગાંધીનગર જવા રવાના થશે.. ત્યારબાદ આવતીકાલે સવારે 8 કલાકે તેઓ મતદાન કરશે. ચુસ્ત સુરક્ષા વચ્ચે તેઓ રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને બીજા તબક્કામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોને મતદાન કરવા અપીલ કરશે. તેઓ માતા હીરાબા સાથે પણ મુલાકાત કરવાના છે.

આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે. મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. સાથે સાથે 40 હજાર 66 જેટલા VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ચૂંટણીમાં 2 કરોડ 51 લાખથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">