PM Modi ગુજરાતના વરસાદ પ્રભાવિત વિસ્તારોનો હવાઇ સર્વે કરે તેવી શક્યતા: સૂત્ર

પીએમ નરેન્દ્ર મોદી(PM Modi) પણ ગુજરાતના વરસાદ પ્રભાવિત વિસ્તારોનો હવાઇ સર્વે કરે તેવી શક્યતા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન સાથે હવાઇ સર્વે કરી શકે છે. તેમજ હવાઇ સર્વે બાદ પીએમ મોદી ઉચ્ચસ્તરીય બેઠક યોજે તેવી શક્યતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 7:22 PM

ગુજરાતમાં (Gujarat)  માં છેલ્લા ત્રણ દિવસમાં વરસાદે અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે. જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે અસર ગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું છે. જેમાં હાલમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીએમ નરેન્દ્ર મોદી પણ ગુજરાતના વરસાદ પ્રભાવિત વિસ્તારોનો હવાઇ સર્વે કરે તેવી શક્યતા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન સાથે હવાઇ સર્વે કરી શકે છે. તેમજ હવાઇ સર્વે બાદ પીએમ મોદી ઉચ્ચસ્તરીય બેઠક યોજે તેવી શક્યતા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને  લઇને કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફરી 15 જુલાઈથી બે દિવસના ગુજરાત આવવાના હતા. જો કે તેમનો 15 જુલાઈનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં લેતા વડાપ્રધાનનો એક દિવસનો ગુજરાત પ્રવાસ સ્થગિત રાખવામાં આવ્યો છે. ગાંધીનગરના ગિફ્ટ સીટી અને હિંમતનગરનો પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે.

આ દરમ્યાન રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલા અનરાધાર વરસાદે(Rain) દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે. જેમાં રાજયના છોટા ઉદેપુર, નર્મદા અને નવસારી અને વલસાડ (Valsad) જિલ્લામાં વરસાદે ભારે તારાજી સર્જી છે. જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે આ અસર ગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરીને અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી છે. સતત વરસી રહેલા વરસાદમાં લોકોને થતી હાલા કે બાદ તંત્રની સાથે સાથે રાજ્ય સરકાર પણ હવે એક્શનમાં આવી છે. જેમાં તેવો છોટાઉદેપુરના બોડેલી અને ત્યારબાદ નર્મદા અને ત્યાર બાદ નવસારી જિલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને પૂરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી હતી. આ સાથે અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવા સૂચન કર્યું હતું. તેમજ પીડિતોને જલ્દી સહાય મળે તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ પૂર્વે તેમણે છોટાઉદેપુરના બોડેલી અને ત્યારબાદ નર્મદા જિલ્લાની હવાઈ સમીક્ષા કરી હતી અને આ હવાઈ સમીક્ષા કર્યા બાદ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે હેલિકોપ્ટર મારફતે તેઓ આવી પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે મુખ્ય સચિવ પંકજકુમાર અને નર્મદા જિલ્લાના પ્રભારી તથા કેબિનેટ મંત્રી પણ હાજર રહ્યા હતા. ત્રણ દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે ઠેર ઠેર લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે આ સંદર્ભે રાજ્યની એસડીઆરએફ અને સાથે સાથે એનડીઆરએફ લોકોની રાહત બચાવનું કાર્ય કરી રહી છે.

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">