ગુજરાતમાં થશે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના કાર્યક્રમમાં રહેશે હાજર

ગુજરાતમાં થશે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના કાર્યક્રમમાં રહેશે હાજર

| Edited By: | Updated on: Jan 25, 2024 | 3:25 PM

રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દરેક જિલ્લા અને તાલુકા મથકોએથી જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. 

આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. આ દિવસની ઉજવણી કરવા માટેભારતીય જનતા પાર્ટી એટલે કે, ભાજપે વિશેષ આયોજન કર્યું છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના 50 લાખ લોકો સાથે સંવાદ કરશે.આ વિશેષ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

દરેક જિલ્લા અને તાલુકા મથકોએ ઉજવણી

અમદાવાદમાં આ કાર્યક્રમ સિલ્વર ઓક કોલેજ ખાતે રાખવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકોને સંબોધશે. રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દરેક જિલ્લા અને તાલુકા મથકોએથી જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી રાજ્યપાલ રહેશે હાજર

આ તરફ ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં થનાર આ ઉજવણીમાં ‘હું ભારત છું’ ગીત સાથે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવશે.

50 લાખથી વધુ લોકો આ અભિયાનમાં જોડાશે

ભાજપના યુવા મોર્ચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યથી લોકો સાથે સંવાદ કરશે. .આ કાર્યક્રમને નમો મતદાતા સંમેલન નામ આપવામાં આવ્યું છે.  દેશમાં 5000 સ્થળો પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  50 લાખથી વધુ લોકો આ અભિયાનમાં જોડાશે.

પ્રથમ વખત મતદાન કરવા જતા યુવાનો સાથે ખાસ સંવાદ કરવામાં આવશે. કાર્યક્રમમાં જોડાયેલા યુવાનોમાંથી કેટલાકને વિકસિત ભારતના બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં રજિસ્ટર કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે 13 જાન્યુઆરીથી નોંધણી શરૂ કરી દેવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારાઓની સંખ્યા 7 કરોડની છે.

ભાજપના યુવા મોર્ચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નવા મતદારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવા માટે મુખ્ય ભૂમિકા નિભાવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 25, 2024 10:40 AM