Mehsana Video: PM મોદી ખેરાલુના ડભોડામાં જાહેરસભા સંબોધશે, 4778 કરોડના વિકાસકાર્યોનુ લોકાપર્ણ અને ખાતમુર્હૂત કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવનાર છે. વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે મહેસાણા ખાતે વિવિધ વિકાસ કાર્યોનુ ખાતમુર્હૂત કરશે. મહેસાણાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામે ઉપસ્થિત રહશે અને જ્યાં એક સભા પણ સંબોધન પીએમ મોદી કરશે. પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલે મીડિયાને કહ્યુ હતુ કે, 4778 કરોડ કરતા વધારે રકમના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુર્હૂત વડાપ્રધાન મોદીના હસ્તે થનારુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવનાર છે. વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે મહેસાણા ખાતે વિવિધ વિકાસ કાર્યોનુ ખાતમુર્હૂત કરશે. મહેસાણાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામે ઉપસ્થિત રહશે અને જ્યાં એક સભા પણ સંબોધન પીએમ મોદી કરશે. પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલે મીડિયાને કહ્યુ હતુ કે, 4778 કરોડ કરતા વધારે રકમના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુર્હૂત વડાપ્રધાન મોદીના હસ્તે થનારુ છે. જેમાં રેલવે અને ધરોઈ ડેમની આસપાસના વિસ્તારમાં શરુ થનારા પ્રોજેક્ટનો સમાવેશ હોવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લામાં એક માસમાં 388 લોકોને શ્વાને બચકાં ભર્યા, 5 વર્ષની બાળકીને અમદાવાદ ખસેડાઈ
31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી કેવડીયામાં હાજર રહેશે. જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ એક્તા દિવસ નિમિત્તે યોજાનારી એકતા પરેડમાં હાજરી આપશે. કેવડીયા ખાતે પણ વિવિધ સુવિધાઓનુ લોકર્પણ અને ખાતમુર્હૂત કરશે. 31મી ઓક્ટોબરને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષથી વડાપ્રધાન મોદી નિયમિત રુપે એક્તા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત રહેતા હોય છે.
