UAEના પ્રેસિડેન્ટના સ્વાગત માટે પીએમ મોદી અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા, બંને દેશના વડાઓનો યોજાશે મેગા રોડ શો

UAEના પ્રેસિડેન્ટના સ્વાગત માટે પીએમ મોદી અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા, બંને દેશના વડાઓનો યોજાશે મેગા રોડ શો

| Edited By: | Updated on: Jan 09, 2024 | 9:15 PM

અમદાવાદ: આજે અમદાવાદમાં પીએમ મોદી અને યુએઈના પ્રેસિડેન્ટનો મેગા રોડ શો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે પીએમ મોદી યુએઈના રાષ્ટ્રપ્રમુખના વેલકમ માટે અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચી ચુક્યા છે. થોડી જ વારમાં યુએઈના રાષ્ટ્રપ્રમુખ અમદાવાદ આવી પહોંચશે. ત્યારબાદ આ બંને મહાનુભાવોનો અમદાવાદથી ગાંધીનગર સુધીનો મેગા રોડ શો યોજાવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચી ચુક્યા છે. બસ થોડી જ મિનિટોમાં સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન અમદાવાદ ઍરપોર્ટ પર આવશે. એ પહેલા એમના સ્વાગતમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમને આવકારવા માટે ખુદ પીએમ મોદી અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા છે. બંને દેશોના વડાનો અમદાવાદ ઍરપોર્ટથી ગાંધીનગર સુધીનો સૌથી લાંબો અને મેગા રોડ શો યોજાવાનો છે. યુએઈના પ્રેસિડેન્ટને આવકારવા માટે ઍરપોર્ટથી લઈને ગાંધીનગર સુધી ઠેર-ઠેર સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.

આ રોડ શો દરમિયાન નર્મદા કેનાલ એપ્રોચ, શંખ મંદિર એપ્રોચ, ટ્વીન લેન્ડ એપ્રોચ, ઓપ્યુલન્સ એપ્રોચ,પીડીપીયુ એપ્રોચ અને કુડાસણ એપ્રોચ પાસે બનાવેલા સ્ટેજ પાસે બંને દેશોના મહાનુભાવો પસાર થનાર છે. આ દરમિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની પ્રદર્શની કરતા નૃત્યોની ઝાંખી, ઢોલ, નગારા, ગરબાના તાલ સાથે તેમને સત્કારવામાં આવશે.

ઍરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સર્કલ પર મોટી સંખ્યામાં લોકો બંને દેશોના મહાનુભાવોને આવકારવા માટે પહોંચી ચુક્યા છે. ભારત અને યુએઈના રાષ્ટ્રધ્વજ સાથે લોકો બંને દેશના વડાને આવકારવા માટે પહોંચી ચુક્યા છે. અહીં અલગ અલગ રાજ્યોની ઝાંખી દર્શાવતા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. રોડ શો દરમિયાન અહીંથી પીએમ મોદી અને યુએઈના પ્રેસિડેન્ટનો કાફલો પસાર થશે ત્યારે સાંસ્કૃતિક ઝાંખી દર્શાવી તેમનુ સ્વાગત કરવામાં આવનાર છે.

આ પણ વાંચો: VGGIS 2024: ટ્રેડ શોમાં AMCના સ્ટોલે જમાવ્યુ આકર્ષણ, સ્માર્ટસિટી અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ કેન્દ્રસ્થાને- વીડિયો

આ બંને દેશોના મહાનુભાવોના રોડશોના સમગ્ર રૂટ પર વિકાસના મોટા મોટા બેનરો બહોળી સંખ્યામાં લગાવવામાં આવ્યા છે. જો કે સૌપ્રથમ વખત રોડ શો રૂટ પર પૂર્વ પીએમ અને ભારત રત્ન એવા અટલબિહારી વાજપેયીના બેનરો પણ લગાવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ પીએમની વાજપેયીની તસ્વીર સાથેના બનાવવામાં ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

અમદાવાદ અને ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 09, 2024 05:48 PM