Ambaji: PM મોદીના આગમનને લઈ તૈયારીઓ, HM સંઘવીએ સલામતી વ્યવસ્થાને લઈ નિરીક્ષણ કર્યુ, જુઓ Video
PM Modi Ambaji visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સોમવારે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન કરવા પહોંચનાર છે. રુપિયા 1 કરોડના ખર્ચે શ્રી યંત્ર તૈયાર કરવામાં આવ્યુ છે. અંબાજી મંદિરે આવનાર વડાપ્રધાન મોદી શ્રી યંત્રનુ લોકાર્પણ કરશે એવી સંભાવના છે. વડાપ્રધાન મોદીના આગમનને લઈ અંબાજીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યુ હોય એમ ચુસ્ત બંદોબસ્ત દાખવવામાં આવ્યો છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરક્ષા વ્યવસ્થાને લઈ રુબરુ નિરીક્ષણ કર્યુ હતુ.
અંબાજીમાં PM મોદીના આગમનને લઈ તૈયારીઓ કરવામાં આવી છે. સોમવારે પીએમ નરેન્દ્ર મોદી અંબાજી પહોંચનાર છે. જ્યાં પ્રસિદ્ધ અંબાજી મંદિરે દર્શન કરશે. તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાને લઈ રુબરુ નિરીક્ષણ કરવા માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અંબાજીની મુલાકાત લીધી હતી. જ્યાં જિલ્લા ક્લેકટર અને એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યપ્રધાને અંબાજીમાં પીએમ મોદીની મુલાકાતના રુટ સહિતની બાબતોની સલામતી વ્યવસ્થાનુ નિરીક્ષણ કરીને અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી હતી.
આ પણ વાંચોઃ પશુપાલકો માટે સારા સમાચાર, સાબરડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, જાણો
અંબાજીમાં વડાપ્રધાન મોદી શ્રી યંત્રનુ લોકાર્પણ કરે એવી પ્રબળ શક્યતા છે. રુપિયા 1 કરોડના ખર્ચે શ્રી યંત્ર તૈયાર કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન મોદી સોમવારે મહેસાણા જિલ્લાના ખેરાલુ નજીક ડભોડા પાસે એક જાહેર સભા સંબોધન કરનાર છે. જેમાં અનેક વિકાસકાર્યોની ભેટ ઉત્તર ગુજરાતને આપશે. ઉત્તર ગુજરાતને રેલવે સહિતની વિવિધ ભેટ વડાપ્રધાન મોદી આપશે. વડાપ્રધાન મોદી પોતાના વતન મહેસાણા જિલ્લામાં હાજર રહેનાર છે.
