Gujarat હાઇકોર્ટમાં શાળાની ટ્યુશન ફીને લઈને જાહેર હિતની અરજી દાખલ, સરકાર સહિત પક્ષકારોને નોટિસ

સુરતની શાળામાં ટ્યુશન ફી લેવાની મુદ્દે અરજદારે રજુઆત કરી છે. આ અરજીમાં જણાવાયું છે કે કેટલીક શાળાઓ મનફાવે તેમ ટ્યુશન ફી લે છે. તેમજ FRC કમિટી દ્વારા ફી નક્કી કરતા સમયે સ્પષ્ટતાની માંગ આ અરજીમાં કરવામાં આવી છે.

ગુજરાત(Gujarat)હાઇકોર્ટમાં ટ્યુશન ફી(Tution Fee)ને લઈને જાહેર હિતની અરજી(PIL)કરવામાં આવી છે. જેમાં સુરતની શાળામાં ટ્યુશન ફી લેવાની મુદ્દે અરજદારે રજુઆત કરી છે. આ અરજીમાં જણાવાયું છે કે કેટલીક શાળાઓ મનફાવે તેમ ટ્યુશન ફી લે છે. તેમજ FRC કમિટી દ્વારા ફી નક્કી કરતા સમયે સ્પષ્ટતાની માંગ આ અરજીમાં કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કમિટીની સ્પષ્ટતાના અભાવે પ્રશ્ન ઉદભવી રહ્યો છે.

અરજીમાં રજૂઆત કરવામાં આવી છે શાળાઓ ટ્યુશન ફીના નામે વધુ ફી વસૂલી શકે નહીં. આ અરજીમાં હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કરાયો છે. તેમજ હાઇકોર્ટે સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે. જયારે કે અરજી પણ વધુ સુનાવણી આગામી 6 સપ્તાહ બાદ હાથ ધરાશે.

આ પણ વાંચો : Gujarat માં ગુરુવારે રેકોર્ડ બ્રેક પોણા છ લાખ લોકોનું રસીકરણ, અત્યાર સુધીમાં સાડા ત્રણ કરોડથી વધુ લોકોને અપાઈ રસી

આ પણ વાંચો : અંધશ્રદ્ધાના કારણે નિર્દોષનું મોત! પોતાની મુશ્કેલીઓ દૂર કરવા માટે શખ્સે બાળકને જંગલમાં લઈ જઈ ચડાવી બલી

Click on your DTH Provider to Add TV9 Gujarati