સફાઈ કામદારોના મૃત્યુ વળતર અંગે હાઈકોર્ટ ખફા, કહ્યુ-આ કોઈ રમત નથી!

સફાઈ કામદારોના મૃત્યુ વળતર અંગે હાઈકોર્ટ ખફા, કહ્યુ-આ કોઈ રમત નથી!

| Edited By: | Updated on: Jan 03, 2024 | 5:05 PM

ગુજરાત હાઈકોર્ટમાં સફાઈ કામદારોના મૃત્યુના કિસ્સાઓમાં વળતરના મુદ્દે PIL થઈ હતી. 16 સફાઈ કામદારોના મૃત્યુને લઈ વળતર નિયમોનુસાર નહીં મળ્યાનું અરજદારે રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે હાઈકોર્ટ રાજ્ય સરકારના જવાબને લઈ ખફા થઈ છે અને અહીં કોઈ લિસ્ટ સામે લિસ્ટની રમત નહીં હોવાનું કહ્યુ હતું.

રાજ્યમાં સફાઈ કામદારોના મોતના કિસ્સાઓમાં વળતર નિયમોનુસાર ચુકવાતુ નહીં હોવાની રજૂઆત ઉઠી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સફાઈ કામદારોના મૃત્યુના વળતરને લઈ PIL કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે, 16 મૃતક સફાઈ કર્મીઓના પરિવારોને નિયમાનુસાર વળતર ચુકવવામાં આવ્યુ નથી.

આ પણ વાંચોઃ PM મોદીએ લક્ષદ્વીપની સુંદરતાના કર્યા વખાણ,કહ્યુ- એકવાર અહીં આવનાર વિદેશી ટાપુ ભૂલી જશે!

રાજ્ય સરકારે આ મામલે 8 મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવાનું બાકી હોવાની કબૂલાત કરી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટકોર કરી હતી કે, તમે મામલાથી દૂર કેમ ભાગો છો. આ કોઈ લીસ્ટ સામે લીસ્ટની રમત નથી રમતા, પૂરતો સમય આપવા છતાં એફિડેવિટમાં જવાબ નથી રજૂ કરાયો. વળતર અંગે સરકાર અને વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને એફિડેવિટ ફાઈલ કરવા આદેશ કર્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jan 03, 2024 05:04 PM