Cyclone Tauktae Updates: ઉનામાં પેટ્રોલ લેવા લોકોની પડાપડી, માત્ર એક જ પેટ્રોલ પંપ ચાલુ

તાઉ તે વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી મચાવી છે. તાઉ તે વાવાઝોડું દીવમાં ટકરાયું હતું. જેને લઈને ઉના અને ગીર સોમનાથમાં ભારે નુકસાન થયું હતું.

| Updated on: May 19, 2021 | 2:02 PM

તાઉ તે વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી મચાવી છે. તાઉ તે વાવાઝોડું દીવમાં ટકરાયું હતું. જેને લઈને ઉના અને ગીર સોમનાથમાં ભારે નુકસાન થયું હતું. સૌથી વધુ ખેડૂતોને આ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે. હાલ ઉનામાં પેટ્રોલપંપ પર પેટ્રોલ લેવા લોકો પડાપડી કરી રહ્યા છે. 10 પેટ્રોલ પંપ પૈકી માત્ર એક પંપ ચાલુ હોવાથી વાહન ચાલકો ત્રણથી ચાર કલાકથી લાઈનમાં ઊભા છે. લોકોના ટોળાને વિખેરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે.

આ તરફ અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં પણ પેટ્રોલ પંપ પર લાઈન લાગી છે. રાજુલા અને જાફરાબાદમાં 10 જેટલા પેટ્રોલ પંપ બંધ છે. એક પેટ્રોલ પંપ શરૂ થતા ચાલકોએ લાઈન લગાવી છે. વાવાઝોડાને કારણે 10 પેટ્રોલ પંપને નુકસાન પહોંચ્યું છે.

ગુજરાતમાં વાવાઝોડની અસરને કારણે કુલ 45ના મોત થયાનાં સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીમાં મકાન ધસી પડવાથી 2 અને દીવાલ પડવાથી 13 સહિત કુલ 15ના મોત થયા છે કે જે સૌથી વધારે આંકડો પણ છે.ભાવનગરમાં ઝાડ પડવાથી 2, મકાન, દીવાલ અને છત પડવાથી 6 સહિત કુલ 8ના મોત થયા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">