ગુજરાતમાં જનતા ભાજપથી કંટાળી છે વોટ આમ આદમી પાર્ટીને જ આપશે : ગોપાલ ઇટાલીયા

આપના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ(Gopal Italia) જણાવ્યું કે લોકો ભાજપની દાદાગીરીથી કંટાળી છે અને તે વોટ આમ આદમી પાર્ટીને જ આપશે. લોકો અમને કહે છે કે અમે હાલ ભલે ભાજપ સાથે છીએ પણ વોટ તો આમ આદમી પાર્ટીને આપીશું અને અપાવીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 8:15 PM

ગુજરાતમાં ચૂંટણીના (Gujarat Assembly Elections 2022) પડઘમ વાગી રહ્યા છે. ત્યારે TV9 ગુજરાતી દ્વારા સત્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. જેમાં આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળવાની છે. કારણ કે આ વખતની ચૂંટણી બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ(Aap)  મેદાનમાં છે. જેમાં આપના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુજ્રરાત મુલાકાત દરમ્યાન અનેક વાયદાઓ કર્યા છે. જો સત્તા સમીકરણ કાર્યક્રમમાં આપના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ(Gopal Italia)  ભાજપ પર આડકતરા પ્રહાર કર્યા હતા.

ગોપાલ ઇટલીયાએ રિક્ષાવાળાને ઘરે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લીધેલા ભોજન બાદ રિક્ષાચાલકે ભાજપના સમર્થન આપેલા નિવેદન પર જણાવ્યું છે કે ભાજપના નેતાઓ તેને ધમકાવ્યા બાદ મીડિયામાં આ નિવેદન આપ્યું હતું. જો કે એક ગરીબ પરિવાર પ્રત્યે ભાજપ અને અમારી માનસિક્તામાં એટલો ફેર છે. તેવો ગરીબને પસંદ નથી કરતા પણ તેમને સન્માન આપીએ છીએ. આ વખતે લોકો ભાજપની દાદાગીરીથી કંટાળી છે અને તે વોટ આમ આદમી પાર્ટીને જ આપશે. લોકો અમને કહે છે કે અમે હાલ ભલે ભાજપ સાથે છીએ પણ વોટ તો આમ આદમી પાર્ટીને આપીશું અને અપાવીશું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">