Patan: ખોડલધામના ભૂમિપૂજનમાં આનંદીબેન પટેલે મહિલાઓને લઈ સમાજને કરી સૂચક ટકોર, દર્શાવી નારાજગી, જુઓ Video
પાટણ જિલ્લામાં ખોડલધામના ભૂમિપૂજનનો સમારોહ યોજાયો હતો. જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભૂમિપૂજન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આનંદીબેન પટેલે મંચ પરથી ભૂમિપૂજનના આયોજકો સામે નારાજગી વ્યક્ત કરી હતી.
પાટણ જિલ્લામાં ખોડલધામના ભૂમિપૂજનનો સમારોહ યોજાયો હતો. જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભૂમિપૂજન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આનંદીબેન પટેલે મંચ પરથી ભૂમિપૂજનના આયોજકો સામે નારાજગી વ્યક્ત કરી હતી. મંચ પર મહિલાઓ ન હોવાને લઈ આનંદીબેને ખુલીને નારાજગી વ્યક્ત કરવા સાથે સમાજને સૂચક ટકોર કરી હતી.
આ પણ વાંચોઃ સાબલવાડનો યુવાન ખેડૂત ઘરમાંજ ઢળી પડતા મોત, હાર્ટએટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો
આનંદીબેને મંચ પરથી કહ્યુ હતુ કે, દાન આપનારા દાતાઓનુ સન્માન બરાબર છે. પરંતુ તેમની સાથે તેમના માતા કે પત્નિ સાથે હોત તો આનંદ બેવડાયો હોત. પાટીદાર સમાજની આર્થિક સંપન્નતામાં મહિલાઓનુ બરાબરનુ યોગદાન રહ્યુ છે. આનંદીબેને કહ્યુ કે, સન્માન વખતે દાતાની માતા કે તેની પત્નિ સાથે હોત તો તેમને પણ કેટલુ ગૌરવ થયુ હોત. આમ પૂર્વ મુખ્યપ્રધાને સમાજને માટે સૂચક ટકોર કરી હતી.
