PATAN : સિદ્ધપુર APMCમાં મોટી માત્રામાં અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો, 2.93 લાખનો જથ્થો સીલ કરાયો

સિદ્ધપુરમાં આ અગાઉ પણ 8 જાન્યુઆરી 2021 ના રોજ પોલીસે અખાદ્ય ગોળનો 25,520 કિલો અને 6.58 લાખની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 8:09 AM

PATAN : પાટણના સિદ્ધપુરમાં આવેલ ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ( Siddhpur APMC) માં આવેલી દરદાસ ભોજાણી નામની પેઢીમાં અખાદ્ય ગોળ (inedible jaggery) હોવાની બાતમી મળતા સ્થાનિક પોલીસે રેડ કરી હતી. આ રેડમાં દરદાસ ભોજાણીની પેઢીમાંથી મોટી માત્રામાં અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો હતો. પોલીસને અખાદ્ય ગોળની 947 પેટી મળી આવી હતી, જેને સીલ કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ.2.93 લાખનો અખાદ્ય ગોળ સીલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સિદ્ધપુરમાં આ અગાઉ પણ 8 જાન્યુઆરી 2021 ના રોજ પોલીસે અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સિધ્ધપુર પોલીસે ગંજબજારમાં APMCની ઓફિસની પાછળની બાજુમાં ઉમિયા ટ્રેડિંગ કંપની નામની પેઢીમાં રેડ કરતા પેટીમાંથી અખાદ્ય ગોળનો 25,520 કિલો અને 6.58 લાખની કિંમતનો  જથ્થો ઝડપાયો હતો. પોલીસે FSLઅધિકારીની હાજરીમાં પંચનામું કરી ગોડાઉનને સિલ કર્યું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">