પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સરકારના પરિપત્રના ભંગનો ધારાસભ્યનો આક્ષેપ

હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીએ દ્વારા શરુ કરાયેલી સેનેટ ચૂંટણી પ્રક્રિયા સરકારના પરામર્શ વગર કરવામાં આવી હોવાનો આરોપ મૂક્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 10:41 PM

ગુજરાતમાં (Gujarat) પાટણની(Patan) હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીએ( HNG)સરકારના પરિપત્રનો ઉલ્લંઘન કર્યાનો MLA કીરીટ પટેલે (Kirit Patel)આક્ષેપ કર્યો છે. ધારાસભ્ય કીરીટ પટેલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને(Jitu Vaghani)પત્ર લખ્યો છે અને HNG યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણીને લઇને સરકારના પરીપત્રનો ઉલ્લંઘન કર્યાનો આરોપ મૂક્યો છે.

હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીએ( HNG)દ્વારા શરુ કરાયેલી સેનેટ ચૂંટણી પ્રક્રિયા સરકારના પરામર્શ વગર કરવામાં આવી હોવાનો આરોપ મૂક્યો છે. જેને લઈ શિક્ષણવિભાગે તપાસ કમિટીની ટીમને HNG યુનિવર્સિટી ખાતે મોકલી છે. અને સરકારના પત્રનો ઉલ્લંધન થયુ છે કે કેમ તેને લઈને તપાસ કરી રહી છે.

તો સમગ્ર મામલે HNG યુનિવર્સિટીના સત્તાધીશોએ MLAના તમામ આરોપો નકાર્યા છે. અને સેનેટ ચૂંટણી પ્રક્રિયાની નામ સુઘારણા પ્રક્રિયા જ ચાલી રહી હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો :  સુરેન્દ્રનગરના લખતરમાંથી કથિત સરકારી અનાજનો જથ્થો ખાનગી ગોડાઉનમાંથી ઝડપાયો, તંત્રએ તપાસ શરૂ કરી

આ પણ વાંચો : કચ્છ આવેલા મહેસુલ મંત્રીએ કહ્યું લેન્ડગ્રેબીંગનો કેસ કરતાં તંત્ર કે અધિકારીઓએ ખચકાવું નહિ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">