પારંપરિક ગરબા : DJ ના યુગમાં આજે પણ અહીં સંસ્કૃતિ અને પરંપરા જળવાઇ રહી છે, જુઓ VIDEO

DJના તાલ વગર ખેલૈયાના પગ નથી થનગનતા. ત્યાં પારંપરિક એવા ઢોલક, તબલા અને મંજીરાના તાલે મંડળી દ્વારા ગવાતા ગરબા (Garba) અને લોકગીતો આજે પણ પોતાનુ ન માત્ર અસ્તિત્વ ટકાવી રહ્યા છે પરંતુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 1:06 PM

આધુનિક અને DJના યુગમાં (Modern era) આજે પણ સંસ્કૃતિ અને પરંપરા જળવાઇ રહી છે. DJના તાલ વગર ખેલૈયાના પગ નથી થનગનતા. ત્યાં પારંપરિક એવા ઢોલક, તબલા અને મંજીરાના તાલે મંડળી દ્વારા ગવાતા ગરબા (Garba) અને લોકગીતો આજે પણ પોતાનુ ન માત્ર અસ્તિત્વ ટકાવી રહ્યા છે પરંતુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વાત છે પાટણની (patan) જ્યાં ગુર્જરવાડા વિસ્તારના ચોકમાં પારંપરિક ગરબા નવરાત્રીના(navratri) પ્રથમ દિવસે જ આકર્ષણનું કેન્દ્ર બન્યા.

સામાજિક એકતાની ગૂંથણી છે આ ગરબો

દોરી ગરબો એ સામાજિક એકતાની ગૂંથણી છે. દોરી ગરબો રમવો એ એક આવડતભરી કળા છે, જેમાં ચાલુ ગરબે ખેલૈયાઓ બદલાતા પણ હોય છે. આખો ગરબો રમાય ત્યાં સુધીમાં દોરી છેક નીચે સુધી ગુંથાઈને એક સુંદર ગૂંથણી તૈયાર થઈ જાય છે. આમ, ભાતિગળ પદ્ધતિથી તાલબદ્ધ રીતે રમાતો દોરી ગરબો એ આપણાં સાંસ્કૃતિક વારસા સમાન છે.

ગુજરાતની આગવી ઓળખ એટલે નવરાત્રી

ગુજરાતની આગવી સંસ્કૃતિ, આગવી ઓળખ સમા નવરાત્રી પર્વનો (Navratri festival) પ્રારંભ થયો છે. નવરાત્રીના પર્વને લઈને ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિપ પ્રગટાવીને નવરાત્રી મહોત્સવનો શુભારંભ કરાવ્યો. આ વખતે GMDC ગ્રાઉન્ડમાં થીમ પેવેલિયન, ક્રાફ્ટ બજાર, આનંદ નગરી, બાળનગરી, ફુડ સ્ટોલ જોવા મળશે.

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">