પાસપોર્ટની પડતર અરજીના નિકાલ માટે 3 ફેબ્રુઆરીએ યોજાશે પાસપોર્ટ અદાલત

પાસપોર્ટની પડતર અરજીના નિકાલ માટે 3 ફેબ્રુઆરીએ યોજાશે પાસપોર્ટ અદાલત

| Edited By: | Updated on: Jan 29, 2024 | 10:30 AM

પાસપોર્ટ અદાલતમાં, બે વર્ષ સુધી પાસપોર્ટ એડોપ્શન, ક્રિમીનલ કે જન્મ તારીખમાં જરૂરી સુધારો વધારો કરવા જેવા કારણોસર અરજી અટકી હોય તેવા કિસ્સાને પ્રાધાન્ય આપવામાં આવશે. આવા કિસ્સામાં જેમની અરજી પાસપોર્ટ માટે પડતર હશે તેમને રુબરુ બોલાવવામાં આવશે અને સ્થળ પર જ તેમની અરજીનુ જરૂરી દસ્તાવેજને સામેલ કરીને નિરાકરણ લાવવામાં આવશે. 

પાસપોર્ટની પડતર અરજીના નિકાલ માટે રિજ્યોનલ પાસપોર્ટ કચેરી દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે આગામી 3 ફેબ્રુઆરીના રોજ, અમદાવાદમાં પાસપોર્ટ અદાલતનું આયોજન કરાયું છે. આ પાસપોર્ટ અદાલતમાં, 1600 જેટલા અરજદારોને બોલાવવામાં આવ્યા છે.

પાસપોર્ટ અદાલતમાં, બે વર્ષ સુધી પાસપોર્ટ એડોપ્શન, ક્રિમીનલ કે જન્મ તારીખમાં જરૂરી સુધારો વધારો કરવા જેવા કારણોસર અરજી અટકી હોય તેવા કિસ્સાને પ્રાધાન્ય આપવામાં આવશે. આવા કિસ્સામાં જેમની અરજી પાસપોર્ટ માટે પડતર હશે તેમને રુબરુ બોલાવવામાં આવશે અને સ્થળ પર જ તેમની અરજીનુ જરૂરી દસ્તાવેજને સામેલ કરીને નિરાકરણ લાવવામાં આવશે.

આગામી 3 ફેબ્રુઆરીને શનિવારના રોજ પાસપોર્ટ કચેરીમાં જાહેર રજા છે. આમ છતા પાસપોર્ટની પડતર અરજીના નિકાલ માટે ખાસ અદાલત યોજવામાં આવશે. ખાસ કરીને એડોપ્શન, ક્રિમિનલ કેસમાં કોર્ટના ચુકાદાના આધારે સ્થળ પર જ અરજીનો નિકાલ કરવામાં આવશે.