Jamnagar: આ બસ સ્ટેન્ડમાં તમારા જોખમે બેસવુ,બિલ્ડીંગ પડવાનાં વાંકે ઉભુ છે અને મુસાફરોની સુરક્ષા ‘રામ ભરોસે’

Jamnagar News : બીજી તરફ ડેપો મેનેજરે (Depo Manager)  એસટી બસ સ્ટેન્ડની જર્જરિત હાલત વિશે તંત્રને જાણ કરી હોવાનો આલાપ રટી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 9:27 AM

જામનગરનું ST બસ સ્ટેશન(Jamnagar)  જર્જરિત બનતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.એસટી બસ સ્ટેશનની (Jamnagar ST BUS Station)  હાલત એટલી જર્જરીત બની છે કે અનેક જગ્યાએ તિરાડો પડી છે. કયાંક પોપળા પડે છે, તો સળીયા પણ દેખાવા લાગ્યા છે.1970માં તૈયાર થયેલી બીલ્ડીંગ હાલ પડવાના વાંકે ઉભુ હોય તેવી સ્થિતીમાં જોવા મળી રહ્યું છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ સમારકામ ન કરાયું હોવાનો મુસાફરો આક્ષેપ કરી રહ્યાં છે.મહત્વનું છે કે બસ સ્ટેન્ડમાં દૈનિક 2 હજારથી વધુ વિધાર્થીઓ(Students)  અને હજારોની સંખ્યામાં મુલાકાતી, પ્રવાસીઓની અવર-જવર રહેતી રહે છે, ત્યારે જો કોઇ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે ..?

તો બીજી તરફ ડેપો મેનેજરે (Depo Manager)  એસટી બસ સ્ટેન્ડની જર્જરિત હાલત વિશે તંત્રને જાણ કરી હોવાનો આલાપ રટી રહ્યા છે. ઉપરાંત વધુમા કહ્યું કે, ઉચ્ચ વિભાગ દ્રારા સર્વેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે અને ટુંક સમયમાં જ રિનોવેશનનું કામ પૂર્ણ થશે.

મુસાફરો પર મોત મંડરાઇ રહ્યું છે…!

એક સમયે ગુજરાતમાં જેની મોડલ બસ સ્ટેન્ડ તરીકે ગણના થતી તે જામનગરના ST બસ સ્ટેન્ડની હાલત દયનીય છે. વર્ષ 1970માં નિર્માલ પામેલું આ બસ સ્ટેન્ડ હવે જાણે કે પડવાના વાંકે ઉભું હોય તેવી તેની દશા છે.પાંચ સદી બાદ આજે જામનગરના બસ સ્ટેન્ડમાંથી છત સહિત અનેક જગ્યામાંથી પોપડા પડી રહ્યા છે. એટલું જ નહીં છાજલીમાંથી સળિયા પણ દેખાવાનું શરૂ થઈ ગયું છે. તો બસ સ્ટેન્ડની દિવાલોમાં પણ ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. ચોમાસામાં છતમાંથી પાણી પડતું હોવાની ફરિયાદ મુસાફરો કરી રહ્યા છે. બીજું બધું તો ઠીક પરંતુ અધિકારીઓની ચેમ્બરોમાંથી પણ પોપડા પડી રહ્યા છે. બસ સ્ટેન્ડની ઇમારત એટલી જર્જરિત થઇ ગઇ છે કે અહીં આવતા મુસાફરો પર મોત મંડરાઇ રહ્યું છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">