મહારાષ્ટ્રમાં પેસેન્જર ટ્રેને માલગાડીને મારી ટક્કર, 50 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન દુર્ઘટના સામે આવી છે. અહીં એક પેસેન્જર ટ્રેને માલગાડીને ટક્કર મારી છે. આ અકસ્માતમાં પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 8:48 AM

મહારાષ્ટ્રના (Maharashtra) ગોંદિયામાં ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. પેસેન્જર ટ્રેન (passenger Train) અને માલગાડી વચ્ચેની અથડામણમાં 50થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. મીડિયા અહેવાલો મુજબ 13 મુસાફરોની હાલત ગંભીર છે.મહત્વનું છે કે આ દૂર્ઘટનાને પગલે ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.હાલ ટ્રાફિક કંટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાયપુરથી (Raypur) નાગપુર જઈ રહેલી માલગાડીને પાછળથી આવતી પેસેન્જર ટ્રેને ટક્કર મારી હતી.

માલગાડીને યોગ્ય સમયે લીલીઝંડી ન મળતી દૂર્ઘટના ઘટી

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના ગોંદિયામાં મંગળવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે એક ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 50 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના માલગાડી ટ્રેન અને પેસેન્જર ટ્રેન વચ્ચે અથડાવાને કારણે થઈ હતી.

ઈજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા

ઈજાગ્રસ્ત મુસાફરોને ગોંદિયા જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના મધ્યરાત્રિ દરમિયાન બની હતી.ઉલ્લેખનીય છે કે આ બંને ટ્રેન નાગપુર તરફ જઈ રહી હતી.જેમાં ગોંદિયા શહેર પહેલા પેસેન્જર ટ્રેનને લીલીઝંડી મળી ગઈ હતી,તેથી તે આગળની તરફ ગતિ કરી રહી હતી.પરંતુ માલગાડીને લીલીઝંડી ન મળતા તે સ્ટેશને ઉભી હતી.જેને કારણે પેસેન્જર ટ્રેનની માલગાડીને ટક્કર લાગી હતી.જેના કારણે આ દૂર્ઘટના ઘટી હતી.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">