બ્રેકિંગ વીડિયો : રાજ્યમાં ભર શિયાળે ફરી માવઠાનું સંકટ ! સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 8 થી 10 જાન્યુઆરી દરમિયાન વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે ગુજરાતમાં ભર શિયાળે ફરી માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 8 થી 10 જાન્યુઆરી દરમિયાન વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અમરેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ,ડાંગ,દમણમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે.
તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબસાગરમાં ટ્રફને કારણે માવઠાની શક્યતા છે. તો આગામી 2 દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય તેવી સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
