Amreli: ધારી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

જયારે રવિવારે અમરેલીના ધારી પંથકમાં વરસાદ પડ્યો છે. જેમાં ગોવિંદપુર, ફાચરિયા, કાંગસા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. આ વિસ્તારમાં વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 6:01 PM

ગુજરાત(Gujarat) ના હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ(Rain)પડી રહ્યો છે. જેમાં અમરેલી(Amreli)જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જયારે રવિવારે અમરેલીના ધારી પંથકમાં વરસાદ પડ્યો છે. જેમાં ગોવિંદપુર, ફાચરિયા, કાંગસા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. આ વિસ્તારમાં વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ ઉપરાંત અમરેલી જિલ્લાના 6 ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જેના લીધે 6 ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ છ ડેમોમાં ઠેબી, ધાતરવડી 1-2, સૂરજવડી ડેમ તથા દેદુમલમાં પાણીની આવક વધી છે. જેમાં હાલ સપાટી જાળવવા ઠેબી ડેમમાંથી 2,227 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જ્યારે ચોમાસાના બીજા રાઉન્ડમાં અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે . જેમાં જોવા જઇએ તો લીલીયામાં ચાર કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અમરેલી, લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે . તેમજ અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે . તેમજ લીલીયાની નવલી નદીમાં પુર આવ્યું છે. અમરેલી જિલ્લામાં પડી રહેલા વરસાદથી ખેડૂતોને ફાયદો થયો છે

આ તરફ અમરેલીના લીલીયામાં શનિવારે સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.લીલીયા તાલુકામાં માત્ર 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તો ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઇ છે સાથે જ લીલીયાની નાવલી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે અને નદીમાં પાણીનો જોરદાર પ્રવાહ વહેતો થયો છે.

આ પણ વાંચો : SURAT : વરસાદ બાદ સુરત શહેર ખાડા નગરીમાં ફેરવાયું, રસ્તાઓ સાથે બ્રીજ પર પણ ખાડા પડ્યા

આ પણ વાંચો :  ઘર આંગણે ઉગતી ઔષધિય વનસ્પતિ એટલે અરડૂસી, જાણો કઇ કઇ બિમારીમાં છે અસરકારક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">