Ahmedabad: મેમનગરમાં વોટર સપ્લાયની અન્ડરગ્રાઉન્ડ ટાંકી તૂટી પડી, એક લાખ લોકોના ઘરોમાં આવી રહ્યુ છે દૂષિત પાણી

અમદાવાદના (Ahmedabad) મેમનગરમાં આવેલા અન્ડર ગ્રાઉન્ડ ટેન્ક દ્વાર લગભગ એક લાખ લોકોને પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ આજે વહેલી સવારે આ સ્ટ્રકચર ધરાશાયી થઇ ગયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 12:25 PM

અમદાવાદના  (Ahmedabad) મેમનગરમાં વોટર સપ્લાયની (Water supply) અન્ડર ગ્રાઉન્ડ ટાંકી (Underground tank) તૂટી જતાં સ્થાનિકોની મુશ્કેલી વધી છે. ટાંકીના સમારકામ માટે વૈકલ્પિક વ્યવસ્થાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક ભૂગર્ભ જળની ટાંકીનો એક ભાગ ધરાશાયી થયો. 80 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકીમાંથી 30 લાખ લીટર ટાંકીનો ભાગ ધરાશાયી થયો છે. જેને લઇ લોકોના ઘરે ડ્હોળું પાણી આવી રહ્યું છે. લોકોને પીવાના પાણીની સહિતની મુશ્કેલી પડી રહી છે. લોકો વહેલીમાં વહેલી તકે આ ટાંકીને રિપેર કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

મેમનગરમાં આવેલા અન્ડર ગ્રાઉન્ડ ટેન્ક દ્વાર લગભગ એક લાખ લોકોને પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ આજે વહેલી સવારે આ સ્ટ્રકચર ધરાશાયી થઇ ગયુ છે. આ સ્ટ્રકચર ધરાશાયી થવાના કારણે જે ઘરોને આ પાણી મળે છે ઘરોમાં દૂષિત પાણી મળી રહ્યુ છે. આ માહિતી મળતા જ કોર્પોરેશનના વોટર સપ્લાય ડિપોર્ટમેન્ટને મળતા અધિકારીઓ પણ આ સ્થળે પહોંચી ગયા છે. આ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને ઘટના શું છે કેવી રીતે બની છે તે અંગે જાણકારી મેળવી હતી.

કોર્પોરેશનના વોટર સપ્લાય ડિપોર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ ટાંકી 40 વર્ષ જુની છે. જેના રિપેરિંગ માટે આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રિપેરિંગ માટે અહીં ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવી હતી. જુનો પંપ હાઉસ ટેમ્પરરી અહીં શિફ્ટ કરવામાં આવ્યો હતો. પાણીનો સપ્લાય અહીંથી જ કરવા આયોજન કરવામાં આવ્યુ હતુ. જે દરમિયાન જ ટાંકીનો એક ભાદ ધરાશાયી થયો છે.

અધિકારીના જણાવ્યા અનુસાર ધરાશાય થયેલી ટાંકીનો ભાગ રીપેર થતા લગભગ એક મહિનાનો સમય લાગશે. જેથી હાલ બાકી બચેલી 50 લાખ લીટર ભૂગર્ભ ટાંકીમાંથી પાણીનો સપ્લાય અપાશે. તો બીજી તરફ લોકોને તકલીફ ન પડે તે માટે તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે..પાણીની આપૂર્તિ પૂર્ણ કરવા સમય સીમાં વધારી પાણી ઘરો સુધી પહોંચાડવામાં આવશે.

(વીથ ઇનપુટ-સચિન પાટીલ,અમદાવાદ)

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">