બનાસકાંઠાઃ કન્યા શાળામાં વાલીઓનું હલ્લાબોલ, વિદ્યાર્થિનીઓને માર મારવાનો આક્ષેપ
વાલીઓ કર્યો હોબાળો

બનાસકાંઠાઃ કન્યા શાળામાં વાલીઓનું હલ્લાબોલ, વિદ્યાર્થિનીઓને માર મારવાનો આક્ષેપ

| Edited By: | Updated on: Jan 29, 2024 | 6:24 PM

બનાસકાંઠાના વિરમપુરમાં આદિજાતિ કન્યા શાળામાં વાલીઓનું હલ્લાબોલ. પ્રાથમિક સુવિધા ન મળવાને મુદ્દે શાળા તંત્ર વિરુદ્ધ વ્યક્ત કર્યો આક્રોશ. જ્યાં આદિવાસી આગેવાનો સાથે વાલીઓએ અનેક મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. શાળામાં વિદ્યાર્થિનીઓને માર મારવામાં આવે છે અને વ્યવસ્થિત અભ્યાસ નથી થતો. સમયસર જમવાનું પણ નથી મળતું. તો વળી કેટલીક પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના આક્ષેપ કર્યા હતા.

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના વિરમપુરમાં આવેલી આદિજાતિ કન્યા શાળા વિવાદમાં આવી છે. જ્યાં આદિવાસી આગેવાનો સાથે વાલીઓએ અનેક મુદ્દે વિરોધ નોંધાવ્યો અને શાળાને ઘેરીને સૂત્રોચ્ચાર કર્યો હતો. વાલીઓએ આક્ષેપ કર્યા કે, શાળામાં વિદ્યાર્થિનીઓને માર મારવામાં આવે છે અને વ્યવસ્થિત અભ્યાસ નથી થતો. સમયસર જમવાનું પણ નથી મળતું. તો વળી કેટલીક પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના આક્ષેપ કર્યા હતા.

જેને લઇ આદિવાસી આગેવાનોએ આચાર્ય અને શિક્ષકોની બદલી કરવાની માગ કરી હતી. ઘટનાને પગલે એડિશનલ કલેક્ટર શાળામાં દોડી આવ્યા હતા. તેઓએ જે પણ સમસ્યા હશે તેનો ઉકેલ લાવવા બાંહેધરી વાલીઓને આપી હતી. મહત્વનું છે કે, વિરોધ દરમિયાન આગેવાનોએ 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. આચાર્ય અને શિક્ષકની બદલી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી.

આ પણ વાંચો: પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી, દસ્તાવેજનો ઉપયોગ કરી મોબાઈલ ખરીદી લીધા

તો, બીજી તરફ આદિજાતિ કન્યા શાળાના આચાર્યએ તમામ આક્ષેપોને ફગાવ્યા હતા. તેઓએ શાળાને બદનામ કરવા વાલીઓને સાથે રાખી આગેવાનો રાજકારણ કરતા હોવાના પ્રતિઆક્ષેપ કર્યા હતા.આગળ કહ્યું કે વ્યવસ્થિત અભ્યાસ સાથે વિદ્યાર્થિનીઓને તમામ પ્રકારની સુવિધા મળે છે. સાથે, તેમને માર મારવામાં આવતા હોવાની વાત પણ નકારી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો