પંચમહાલ વીડિયો : ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ, ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ચિંતા
પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ખેડૂતોએ ઘાસચારો ખુલ્લામાં મુકેલો હોવાથી ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓ પોતાના પાકને બચાવી શક્યા ન હતા.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે મૂળાની કાપડી,ગજાપુરા,કાંટુમાં વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આ પણ વાંચો-સુરત વીડિયો : ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો, ખેડૂત અને ઈંટના ઉત્પાદકોને નુકસાન
પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. મોડી રાત્રે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ખેડૂતોએ ઘાસચારો ખુલ્લામાં મુકેલો હોવાથી ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓ પોતાના પાકને બચાવી શક્યા ન હતા. ખેડ઼ૂતોને તુવેર, કપાસ અને સૂકા ઘાસચારામાં નુકસાનની ભીતિ છે.
