મહીસાગરના શહેરાના લાંચિયા અધિકારીઓના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પંચમહાલ જિલ્લામાં લાંચિયા અધિકારી ACBના છટકામાં ફસાયા હતા. જેમાં શહેરાના તાલુકા વિકાસ અધિકારી અને અન્ય 3 કરાર આધારિત કર્મીઓ લાંચ લેતા ઝડપાઈ ગયા હતા

પંચમહાલ જિલ્લાના (Panchamahal)મહીસાગર ACB દ્વારા શહેરાના મહીલા TDO અને અન્ય 3 કર્મીઓને લાંચ લેવાના કેસમાં કોર્ટેમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી.જેને પગલે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે ACB દ્વારા રિમાન્ડ દરમિયાન લાંચિયા અધિકારીઓની પુછપરછ કરશે.

ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લામાં લાંચિયા અધિકારી ACBના છટકામાં ફસાયા હતા. જેમાં શહેરાના તાલુકા વિકાસ અધિકારી અને અન્ય 3 કરાર આધારિત કર્મીઓ લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.શહેરામાં સરકારની વિવિધ યોજનામાં કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટરને મનરેગાનું ટેન્ડર મળ્યું હતું.

જેમાં તેણે મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના, કૂવાના તથા ચેક વોલના કામ માટે રો-મટિરિયલ સપ્લાય કર્યું હતું. જે પેટે તેને તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતેથી 2 કરોડ 75 લાખ અને આર.આર.પી. યોજના હેઠળ રૂપિયા 1 કરોડ 71 લાખના બિલના ચેક મંજૂર થયા હતા. જે પાસ કરાવવા આરોપી હેમંત મફતભાઇ પ્રજાપતિ, કિર્તીપાલ ઇન્દ્રસિંહ સોલંકી તથા TDO ઝરીના વસીમ અંસારીએ ફરિયાદી પાસે અગાઉ અલગ રકમ લીધી હતી.

જિલ્લાના શહેરાના તાલુકા વિકાસ અધિકારી રૂપિયા 2 લાખની લાંચ લેતા રંગેહાથ ACBના છટકામાં ફસાયા છે.તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારીએ ફરિયાદી પાસે સરકારી કામની પતાવટ માટે રૂપિયા 4.45 લાખની લાંચ માગી હતી.જોકે ફરિયાદી આ રકમ આપવા નહોતા ઇચ્છતા અને ACBમાં ફરિયાદ કરી હતી.આ ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું. જેમાં લાંચની રકમનો 2 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

શહેરાના TDOસહિત 3 કર્મચારીઓ એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયા હતા. જેના પગલે શહેરા તાલુકા પંચાયતના સભ્યો, તાલુકાના સરપંચોએ તાલુકા પંચાયત કચેરી ખાતે ફટાકડા ફોડ્યા હતા. આ અધિકારીઓ દ્વારા 4 માસથી વિવિધ સરકારી યોજનાઓના લાભો અટકાવી રાખ્યા હતા.

આ પણ વાંચો : ગાંધીનગર રૂપાલમાં નીકળી વરદાયિની માતાની પલ્લી, ગામલોકોએ જાળવી પરંપરા

આ પણ વાંચો :લગ્નની લાલચ આપી બે સગી બહેનો પર 3 વર્ષ સુધી થયો બળાત્કાર, બહાર ફરવા લઈ જઈ કરાયો હત્યાનો પ્રયાસ 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati