Panchmahal : ગોધરા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

પંચમહાલના(Panchmahal) ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત હમીરપુર, લિલેસરા, પોપટપુરા, ધનોલમાં ધોધમાર વરસાદ પડયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 9:56 PM

ગુજરાતમા(Gujarat) આખરે વરસાદની(Rain) જમાવટ શરૂ થઈ છે. જેમાં આજે રાજયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની (Monsoon 2022) શરૂઆત થઈ છે. જેમાં આજે પંચમહાલના ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત હમીરપુર, લિલેસરા, પોપટપુરા, ધનોલમાં ધોધમાર વરસાદ પડયો છે. જ્યારે ગદૂકપુર, કકુંથાંભલા, નસીરપુર સહિતના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. જયારે ગોધરાના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે.

રાજયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં આજે રાજ્યમાં બપોર બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ધરમપુર, તાપી,સુરત, સોનગઢમાં પણ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ઘોરાજી, દ્વારકા, જૂનાગઢ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે. આ ગાંધીનગર અને પંચમહાલ, ગોધરા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદે જમાવટ કરી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના માછીમારોને એલર્ટ રહેવા માટે પણ સૂચન અપાઈ છે. સામાન્ય રીતે જૂન મહિનામાં 3 ઈંચ જેટલો વરસાદ હોવો જોઈએ. પરંતુ, આ વર્ષે જૂનમાં સરેરાશ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. ગઈકાલે પણ અમરેલી, રાજકોટ અને જૂનાગઢ પર મેઘરાજા મહેરબાન રહ્યા હતા.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">