Panchmahal : તમામ તાલુકામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું

જિલ્લાના ગોધરા, શહેરા અને જાંબુઘોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ગોધરામાં 1 ઇંચ, શહેરામાં 1 ઇંચ અને જાંબુઘોડા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ડાંગર, મકાઈ સહિતના કઠોળના પાકોને જીવતદાન મળ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 1:43 PM

પંચમહાલ(Panchmahal) જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ(Rain) વરસ્યો છે. જિલ્લાના ગોધરા, શહેરા અને જાંબુઘોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ગોધરામાં 1 ઇંચ, શહેરામાં 1 ઇંચ અને જાંબુઘોડા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે.. ગોધરા શહેરમાં વરસેલા વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.ગોધરા શહેર તાલુકા પંચાયતની બહાર, ભૂરાવાવ અને શહેરા ભાગોળ વિસ્તારના માર્ગો ઉપર પાણી ભરાતા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ડાંગર, મકાઈ સહિતના કઠોળના પાકોને જીવતદાન મળ્યું છે.

આ પણ વાંચો : Tokyo Olympic: મીરાબાઈ ચાનૂને શુભેચ્છાઓ પાઠવવામાં અભિનેત્રી ટિસ્કા ચોપડાએ કરી મોટી ભૂલ, જાણો પછી શું થયું

આ પણ વાંચો : Health Tips: કયુ દૂધ છે આરોગ્ય માટે વધુ ફાયદાકારક? ગરમ દૂધ કે ઠંડુ દૂધ ?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">