પંચમહાલ : ગોધરામાં ગુલીયન બેરી સિન્ડ્રોમના 10થી વધુ કેસ નોંધાયા, વડોદરાની આરોગ્ય વિભાગ ટીમના ધામા

ગુલિયન બેરી સિન્ડ્રોમમાં દર્દીને શરૂઆતમાં હાથ-પગ દુ:ખે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જો અસર વધુ હોય તો દર્દીનું હલનચલન પણ બંધ થઈ જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 8:13 AM

પંચમહાલના(Panchmahal) ગોધરા (Godhara )શહેરમાંથી મળી આવેલા ગુલીયન બેરી સિન્ડ્રોમ (Guillain-Barr  syndrome)નામના રોગના ૧૦થી વધુ કેસના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. કેસની તપાસ માટે વડોદરાથી તબીબોની એક ટીમ ગોધરા પહોંચી હતી અને સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી.ટીમે ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં દયાનંદ નગર, ડોડપા ફળિયા અને એસઆરપી વસાહતમાં દર્દીઓના ઘરમાં ભરેલા પાણી, પાણીના વાસણોમાં એડિશ મચ્છરો છે કે કેમ તેની તપાસ કરી હતી. સાથે જ ખુલ્લી જગ્યાઓ અને અગાસીમાં રાખેલી પાણીની ટાંકીમાં પણ મચ્છરોના લારવા છે કે કેમ તે અંગે તપાસ કરી હતી.

ગુલિયન બેરી સિન્ડ્રોમ રોગના લક્ષણો

તબીબોના દાવા મુજબ આ રોગથી ભુરાવાવ વિસ્તારમાં અત્યાર સુધીમાં એક પણ મોત થયું નથી. જો કે, બીજી તરફ સ્થાનિકોમાં ગણગણાટ છે કે, આ રોગના કારણે 3 દર્દીના મોત થયા છે. હાલ 10 જેટલા દર્દીઓ વડોદરામાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, ગુલિયન બેરી સિન્ડ્રોમમાં દર્દીને શરૂઆતમાં હાથ-પગ દુ:ખે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જો અસર વધુ હોય તો દર્દીનું હલનચલન પણ બંધ થઈ જાય છે. આવા લક્ષણો ધરાવતા દર્દીઓએ તાત્કાલિક તબીબોનો સંપર્ક કરવા સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Russia Ukraine Conflict: રશિયા યુક્રેન પર એ જ વ્યૂહરચના સાથે હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે જે રીતે તેણે 13 વર્ષ પહેલા જ્યોર્જિયાને નિશાન બનાવ્યું હતું, વાંચો સંપૂર્ણ યોજના

આ પણ વાંચો : પેલ્વિક ટીબી વંધ્યત્વનું કારણ બની શકે છે, જાણો તેના કારણો, લક્ષણો અને નિવારણની પદ્ધતિઓ

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">