PANCHMAHAL : પૂર્વ સાંસદના પુત્રએ વિજચોરી કરી, પૂર્વ સાંસદે સ્પષ્ટતા આપી

પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર વિજયસિંહ દ્વારા વીજ ચોરી કરવાની ઘટના સામે આવી હતી. જેને લઈ પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે પોતાના ત્રીજો પુત્ર વિજય ઘરથી અલગ રહે છે

PANCHMAHAL : જિલ્લાના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર વિજયસિંહ દ્વારા વીજ ચોરી કરવાની ઘટના સામે આવી હતી. જેને લઈ પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે પોતાના ત્રીજો પુત્ર વિજય ઘરથી અલગ રહે છે અને તેનું વીજ મીટર પણ અલગ લગાવેલ છે. તે રાજકીય કુટુંબનો હોઈ વીજચોરી કરે એ યોગ્ય નથી. સમગ્ર મામલે જે દંડનીય કાર્યવાહી થશે તેમાં પોતે કોઈ દરમિયાન ગીરી કરશે નહી તેવું જણાવ્યું છે. પૂર્વ સાંસદે વધુમાં કહ્યું હતું કે વિજય ચૌહાણ મારો પુત્ર હોવા છતાં વીજ ચોરી કરતો હતો એનું મને દુઃખ છે. રાજકીય કુટુંબનો હોય મારો પુત્ર વીજચોરી કરે એ યોગ્ય નથી તેવું પણ પૂર્વ સાંસદે ઉમેર્યું હતું.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati