PANCHMAHAL : જિલ્લામાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો, પાવાગઢના પગથિયા પર પાણીના વહેણ વહ્યાં
જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે યાત્રાધામ પાવાગઢ ખાતે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.
PANCHMAHAL :જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે યાત્રાધામ પાવાગઢ ખાતે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદને કારણે પાવાગઢ પર્વતના પગથિયા પરથી વરસાદી પાણી વહી રહ્યું છે. જેના કારણે પાવાગઢ પર્વત ખાતે અદભૂત દ્રશ્યો સર્જાયા હતા. પગથિયા પરથી વહેતા વરસાદી પાણીને નિહાળવા પ્રવાસીઓ ઉમટયાં હતા. જોકે પાણીને પગલે પગથિયા ચઢવામાં યાત્રાળુઓને મુશ્કેલી પડી હતી. હજુપણ જિલ્લામાં વરસાદીનું જોર યથાવત છે. જેથી મોડીરાત સુધીમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ દેખાઇ રહી છે.
Latest Videos
Latest News