Panchmahal : ખાનગી બસમાં જોખમી મુસાફરી, ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડ્યા, જુઓ Video
ખાનગી લકઝરી બસમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર પંથકમાં મજૂરીકામ માટે જતા શ્રમિકો અને કારીગરો હેરાફેરી કરતા હોય છે. લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે બસની અંદર અને ઉપર ઠસાઠસ મુસાફરો ભર્યા છે, જેનો એક વીડિયો વાયરલ થયો છે. ત્યારે આ પ્રકારની જોખમી સવારી ક્યારેક અકસ્માત સર્જી શકે છે. મહત્વનું છે કે કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા તંત્ર જવાબદાર લોકો સામે કાર્યવાહી કરે તે જરૂરી છે.
Panchmahal : પંચમહાલમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી હાઇવે ઉપર બિન્દાસ્તપણે દોડતી ખાનગી લક્ઝરી બસનો વીડિયો સામે આવ્યો છે. ખાનગી બસના પાસિંગ જેટલા મુસાફરો છત ઉપર બેસાડવામાં આવ્યા હતા. આવી ખાનગી લકઝરી બસમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર પંથકમાં મજૂરીકામ માટે જતા શ્રમિકો અને કારીગરો હેરાફેરી કરતા હોય છે.
આ પણ વાંચો Panchmahal Breaking News : વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન
લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે બસની અંદર અને ઉપર ઠસાઠસ મુસાફરો ભર્યા છે, જેનો એક વીડિયો વાયરલ થયો છે. ત્યારે આ પ્રકારની જોખમી સવારી ક્યારેક અકસ્માત સર્જી શકે છે. મહત્વનું છે કે કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા તંત્ર જવાબદાર લોકો સામે કાર્યવાહી કરે તે જરૂરી છે.
