પંચમહાલ: સસ્તા અનાજની દુકાનમાં ગોલમાલ આવી સામે, 18 બોરી ઘઉં, 17 બોરી ચોખા કરાયા જપ્ત
પંચમહાલ: પંચમહાલમાં સસ્તા અનાજની દુકાનમાં ગોલમાલની ઘટના સામે આવી છે. ખાનગી દુકાનમાંથી 18 બોરી ઘઉં અને 17 બોરી ચોખાનો જથ્થો મળી આવ્યો છે. પૂરવઠા વિભાગે ગેરકાયદે રખાયેલા જથ્થાને સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ: પંચમહાલમાં સસ્તા અનાજની દુકાનમાં ગોલમાલ સામે આવી છે. કાલોલના વેજલપુરમાં સસ્તા અનાજની દુકાનમાં જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં ગેરરીતિ ઝડપાઈ. પરવાનેદારને ફાળવવામાં આવેલા જથ્થામાં ચણાની 6 બોરી ઓછી નીકળી. સાથે જ સસ્તા અનાજની દુકાનની બાજુમાં આવેલી ખાનગી દુકાનમાંથી 18 બોરી ઘઉં અને 17 બોરી ચોખાનો જથ્થો મળી આવ્યો. પુરવઠા વિભાગે ગેરકાયદે રખાયેલા અનાજના જથ્થાને સિઝ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
આ તરફ પંચમહાલના માચી તેમજ પર્વત પાકા અને હંગામી દબાણ હટાવવા બાબતે હાઈકોર્ટમાં રીટ પિટીશન કરાયેલી હતી. જો કે હાઈકોર્ટે આ દબાણો હટાવવાની કામગીરીને યોગ્ય ગણાવી છે. પાવાગઢમાં 15 જેટલા દબાણો જિલ્લા પંચાયત દ્વારા તોડવામાં આવ્યા છે તે કાર્યવાહીને હાઈકોર્ટે યોગ્ય ગણાવી. સાથોસાથ દુકાનદારો માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ તાકીદ કરી છે.
પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

