Banaskantha: પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે GPC ઇન્ફ્રાના 7 ડાયરેક્ટર અને 4 એન્જિનિયર સામે FIR
Palanpur Bridge mishap case : પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ઘટના અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાના 25 કલાક બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બ્રિજ નિર્માણ કરનાર એજન્સી GPC ઈન્ફ્રા ના 7 ડાયરેક્ટર સહિત 11 લોકો ફરિયાદ નોંધવામાં આવી છે. પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓ સામે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં એજન્સીના 7 ડાયરેક્ટર અને તેમના 4 એન્જિનિયર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થઈ જવાની ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા હતા. વિશાળકાય બ્રિજ નિર્માણ થઈ રહ્યો હતો, એ દરમિયાન જ સોમવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસા દરમિયાન સ્લેબ ધરાશાયી થયો હતો. બે વાહનો જેના કાટમાળ નિચે દબાઈ ગયા હતા અને 2 લોકોના મોત નિપજ્યા હતા. ઘટનાના 25 કલાક બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બ્રિજ નિર્માણ કરનાર એજન્સી GPC ઈન્ફ્રા ના 7 ડાયરેક્ટર સહિત 11 લોકો ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લામાં એક માસમાં 388 લોકોને શ્વાને બચકાં ભર્યા, 5 વર્ષની બાળકીને અમદાવાદ ખસેડાઈ
પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓ સામે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં એજન્સીના 7 ડાયરેક્ટર અને તેમના 4 એન્જિનિયર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મંગળવારે દિવસભર પ્રાથમિક તપાસ સ્થળ પર FSLની મદદથી કરી હતી. સાબરકાંઠા ઈડર નેશનલ હાઈવે પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈડનેર દ્વારા પાલનપુરના પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે હવે આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરુ કરી છે.
કોની સામે નોંધાયો ગુનો
- ગણેશ ચૌધરી, ડાયરેક્ટર, GPC Infra
- પાર્થ ચૌધરી, ડાયરેક્ટર, GPC Infra
- મહેન્દ્ર ચૌધરી, ડાયરેક્ટર, GPC Infra
- દલજી ચૌધરી, ડાયરેક્ટર, GPC Infra
- વિપુલ ચૌધરી, ડાયરેક્ટર, GPC Infra
- દલીબેન ચૌધરી, ડાયરેક્ટર, GPC Infra
- તખીબેન ચૌધરી, ડાયરેક્ટર, GPC Infra
- સની મેવાડા, એન્જિનિયર, GPC Infra
- હાર્દિક પરમાર, એન્જિનિયર, GPC Infra
- નમન મેવાડા, એન્જિનિયર, GPC Infra
- જાલમારામ વણઝારા, એન્જિનિયર, GPC Infra
