વડોદરા : પાદરામાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના, પોલીસે 13 શખ્સની કરી ધરપકડ, જુઓ વીડિયો
પાદરાના ભોજ ગામે સોમવારે શ્રી રામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. આ મામલે વડુ પોલીસે 13 લોકોની ધરપકડ કરી છે. તો પોલીસે 16 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ સહિત કુલ 26 લોકો સામે ફરિયાદ નોંધી છે. મસ્જિદની બહાર લગાવેલા સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાદરાના ભોજ ગામમાં શોભાયત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પાદરાના ભોજ ગામે સોમવારે શ્રી રામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. આ મામલે વડુ પોલીસે 13 લોકોની ધરપકડ કરી છે. તો પોલીસે 16 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ સહિત કુલ 26 લોકો સામે ફરિયાદ નોંધી છે.
મસ્જિદની બહાર લગાવેલા સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પથ્થરમારો કરનાર 13 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. તો વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને એસપી રોહન આનંદે ઘટના સ્થળની મુલાકાત કરી હતી.
