Chhota udepur: વરસાદ ન થવા છતા ઓસરંગ નદીમાં આવ્યા ઘોડાપૂર, ખેડૂતોમાં ખુશીની લહેર

મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ (Rain) નોંધાયો છે. જેના પગલે નદી-નાળા છલકાયા છે. જો કે ગુજરાત સાથે આસપાસના રાજ્યોમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 4:03 PM

ગુજરાતમાં ચોમાસાની (Monsoon 2022) જમાવટ જોવા મળી રહી છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. 24 કલાક દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ (Rain) નોંધાયો છે. જેના પગલે નદી-નાળા છલકાયા છે. જો કે ગુજરાત સાથે આસપાસના રાજ્યોમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં વરસાદના કારણ જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ છોટા ઉદેપુરમાં (Chhota Udepur) ચેકડેમમાં પાણીની આવક વધી છે. જેના પગલે ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યા છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જો કે છોટા ઉદેપુરમાં વરસાદ તો વરસ્યો નથી. પણ ઉપરવાસમાં સારા વરસાદના કારણે છોટા ઉદેપુરના ચેકડેમ છલકાયા છે. જેના પગલે ઓસરંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદનું પાણી છોડાતાં નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં પાણીની પુષ્કળ આવકને પગલે આસપાસના ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતોને હવે પાણીની મુશ્કેલી નહીં પડે. વાવેલા પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.

ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

મહત્વનું છે કે હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 3 દિવસ ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે. વલસાડ, દમણ, જૂનાગઢ અને ગીરસોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ શહેરમાં પણ 3 દિવસ ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આજથી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, અમદાવાદ, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ વરસી શકે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">