ભાજપમાં ભરતી મેળો ! કોંગ્રેસ, AAP સહિત 1500થી વધુ લોકો ભાજપમાં જોડાશે, જુઓ વીડિયો
લોકસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ વિવિધ રાજકીય પક્ષોમાં જોડ-તોડની નીતિ પણ શરુ થઇ ગઇ છે.તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પૂર્વ અને હાલના આગેવાનો તેમજ કોંગ્રેસ અને AAP સહિતના કાર્યકરો આજે ભાજપમાં જોડાવાના છે.
લોકસભા 2024ની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. રાજ્યના વિવિધ ક્ષેત્રોનાં આગેવાનો ભાજપમાં જોડાવાના છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં કોંગ્રેસ, AAP સહિત સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા 1500થી વધુ લોકો ભાજપમાં જોડાવાના છે. ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાશે.
લોકસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ વિવિધ રાજકીય પક્ષોમાં જોડ-તોડની નીતિ પણ શરુ થઇ ગઇ છે.વિવિધ પક્ષો જોર શોરથી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે.ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડ પર જોવા મળી રહી છે.ગઇકાલે જ લોકસભા ચૂંટણી માટેના મધ્યસ્થ કાર્યાલયનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે, ત્યારે આજે 1500થી વધુ લોકો ભાજપમાં જોડાવાના છે. ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આ લોકો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલન હાજરીમાં ભાજપમાં જોડાશે.
તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પૂર્વ અને હાલના આગેવાનો તેમજ કોંગ્રેસ અને AAP સહિતના કાર્યકરો આજે ભાજપમાં જોડાવાના છે.ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિર સહિતના અગાઉ કરેલા વાયદા પૂર્ણ કર્યા છે, જેનાથી પ્રેરાઇને તેઓ ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે.લોકસભા ચૂંટણીનો માહોલ જામી ચુક્યો છે, ત્યારે ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે.
