પોરબંદર માટે સારા સમાચાર : ઓરીએન્ટ એબ્રેસીવ કંપની ફરી શરૂ થશે, સરકાર કાચો માલ પુરો પાડશે

મુખ્યપ્રધાન તરફથી મળેલા આશ્વાસન બાદ ઓરીએન્ટ એબ્રેસીવના હજારો કામદારોની રોજીરોટી પુનઃ શરૂ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

PORBANDAR : પોરબંદરની ઓરીએન્ટ ફેકટરી શરૂ કરાવવા રાજ્યસભાના સાંસદે આગેવાની લીધી છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા અને ઓરીએન્ટ એબ્રેસીવના સંચાલકોએ મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી છે. આ અંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નજીકના દિવસોમાં કાચો માલ આપવા અને મદદરૂપ થવાની કંપની સંચાલકો અને રાજ્યસભાના સાસદને ખાત્રી આપી છે. મુખ્યપ્રધાન તરફથી મળેલા આશ્વાસન બાદ ઓરીએન્ટ એબ્રેસીવના હજારો કામદારોની રોજીરોટી પુનઃ શરૂ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

પોરબંદરની જીવાદોરી સમાન ચાર મહત્વના ઉદ્યોગ પૈકી બે ઉદ્યોગ બે દિવસમાં બંધ થતાં જીલ્લા પર આભ તૂટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. નિરમા કંપનીમાં અવાર નવાર અકસ્માતોથી સરકારે કંપની બંધ કરાવી તો ઓરીએન્ટ પાસે કાચો માલ નહીં હોવાથી કંપની બંધ કરવાથી હજારો પરિવારો બેકારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે.

આ મામલે જિલ્લા કોંગ્રેસ અગ્રણી રામદેવ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે “ઓરીએન્ટ એબ્રેસીવ કંપની શહેરની કરોડરજ્જૂ બંધ થયેલ છે. નિરમા કંપની પણ બંધ થયેલ છે. મત્સ્ય ઉદ્યોગ પણ નબળો પડી ગયેલો છે. વિદેશી લોકોનું મૂડી રોકાણ ઘટી રહ્યું છે. ઓરીએન્ટને સરકાર દ્વારા બોકસાઈડનું બહાનું બતાવી કંપનીની લિઝમાં બોકસાઈડ નથી તેમ દર્શાવેલ છે. સરકાર GMDC માંથી બોકસાઈડ ફાળવે તેવી માંગ છે”

જિલ્લામાં મહત્વના ચાર ઉદ્યોગ પૈકી નિરમા કેમિકલ્સ અને ઓરીએન્ટ એબ્રેસીવ નવરાત્રીના દિવસોમાં ગણતરીની કલાકોમાં બંધ થયેલ છે.માછીમારી ઉદ્યોગ પણ હવે ધીમી ગતિએ ચાલે છે તો હાથી સિમેન્ટ પણ માંડમાંડ ડગલાં ભરે છે તેવી સ્થિતિ વચ્ચે રોજીરોટી કમાઈ ખાતા લોકોની હવે દયનિય હાલત બની રહી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં 20 લાઇટ હાઉસ સ્થળને ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે વિકસાવાશે : સર્બાનંદ સોનોવાલ

આ પણ વાંચો : દેશમાં જલ્દી જ રસીકરણમાં 100 કરોડ ડોઝનો આંકડો પાર થશે, મેડિકલ સ્ટાફને પ્રોત્સાહન મળી રહે તેવા કાર્યક્રમો થશે

Click on your DTH Provider to Add TV9 Gujarati