રાજકોટનું રેસકોર્ષ ગ્રાઉન્ડ બનશે રામમય, સાંસદ રામ મોકરિયાના યજમાન પદે ભાગવત કથાનું આયોજન, જુઓ વીડિયો
રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના યજમાન પદે ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કથા રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર રમેશભાઈ ઓઝાના વ્યાસાસને યોજાશે. રામ જન્મભુમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કથાને ‘ભગવત કે રામ’ નામ અપાયું છે.
આજથી રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ રામમય બન્યુ છે. રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના યજમાન પદે ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કથા રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર રમેશભાઈ ઓઝાના વ્યાસાસને યોજાશે. રામ જન્મભુમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કથાને ‘ભગવત કે રામ’ નામ અપાયું છે.
બીજી તરફ અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેના પગલે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠાના પગલે વડોદરામાં તૈયાર કરેલી 108 ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવી છે. જેને ગઈકાલે રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્રના કમલનયન દાસ મહારાજના હસ્તે પ્રજવલિત કરવામાં આવી હતી. વડોદરાની આ મહાધૂપસળી આગામી 21 દિવસ સુધી અયોધ્યાને મહેકાવતી રહેશે. ત્યારે આ ધૂપસળીને પ્રજ્વલિત કર્યા બાદ વિહા ભરવાડે ખુશી વ્યક્ત કરી.
