પાલનપુર નગર પાલિકાની સાધારણ સભામાં મચ્યો હંગામો, વિપક્ષે તાળાબંધી કરીને હોબાળો કર્યો

પાલનપુર નગર પાલિકાની સાધારણ સભામાં મચ્યો હંગામો, વિપક્ષે તાળાબંધી કરીને હોબાળો કર્યો

| Edited By: | Updated on: Oct 30, 2023 | 7:08 PM

પાલનપુર નગર પાલિકામાં સામાન્ય સભા યોજાવા દરમિયાન વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે પ્રમુખની મનમાની હોવાના આક્ષેપો કરીને પાલિકાને તાળા બંધી કરીને નારેબાજી કરી હતી. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, પાલિકાના કાર્યો અંગે ચર્ચા કર્યા વિના જ બારોબાર સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યા હતા. જેને લઈ પાલિકાના વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવી મૂક્યો હતો અને પાલિકા પ્રમુખ સામે આક્ષેપો કર્યા હતા.

બનાસકાંઠા નગર પાલિકાની સાધારણ સભામાં હોબાળો મચ્યો હોવાના સમાચાર છે. સામાન્ય સભા કોઈ પણ ચર્ચા વિના જ પૂર્ણ થયુ હોવાને લઈ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. પાલિકાની સભાને તોફાની બનાવતા હોબાળો મચતા સત્તાધારી પક્ષે દુઃખની વાત ગણાવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ થી ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન? ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ઝડપી બનાવાઈ

નગરપાલિકાના 24 કાર્યો ચર્ચા વિના જ મંજૂર કરવાને લઈ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે પાલિકાને તાળાબંધી કરીને વિરોધ દર્શાવીને પાલિકામાં કમિશન ચાલતા હોવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષે દિવાળીની ભેટ આપવાની હોવાના સમયે જ આમ નાટક રુપ સભા યોજાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. બીજી તરફ પાલિકાના પ્રમુખે કોંગ્રેસના આક્ષેપો ફગાવ્યો હતો. પ્રજાના કાર્યોમાં અને વિકાસને લઈ વિપક્ષને કોઈ રસ નહીં હોવાનુ ગણાવ્યુ હતુ. કોંગ્રેસને માત્ર રાજકીય લાભ ખાટવાનો જ પ્રયાસ કરવાનુ હોવાનુ ગણાવ્યુ હતુ.

 

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો