દાહોદ નગરપાલિકાની સામાન્ય સભા બની તોફાની, સભાનું સ્થળ બદલતા વિપક્ષ આકરા પાણીએ

વિપક્ષના નેતાએ કહ્યું કે, વોટર વર્કસમાં સામાન્ય સભાનો માત્ર એજન્ડા જ ફેરવ્યો હતો. તેમાં સામાન્ય સભાનું સ્થળ બદલવાનું કોઇ જ કારણ દર્શાવાયુ ન હતું અને એટલે જ અમે અગાઉથી કલેક્ટર અને પ્રાદેશિક કમિશ્નરને લેખિત રજૂઆત કરી હતી.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 21, 2022 | 9:19 AM

દાહોદ નગરપાલિકાની (Dahod Municipility) સામાન્ય સભા તોફાની બની છે. ત્રિમાસિક સામાન્ય સભાના (General Meeting) સ્થળની બદલી કરાતા વિપક્ષ રોષે ભરાયું હતું અને સભામાં હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં ચાલુ સભાએ જ વિપક્ષે વોક આઉટ (Walk Out) કર્યું હતું. વિપક્ષનો આરોપ છે કે નગરપાલિકાના સત્તાધિશોએ કોઈ પણ જાણ કર્યા વિના નિયમ વિરૂદ્ધ સામાન્ય સભા બોલાવી હતી તો બીજી તરફ નગરપાલિકાના પ્રમુખે વિપક્ષના તમામ આક્ષેપ ફગાવ્યાં અને કહ્યું કે ચૂંટણીમાં કોંગ્રેસને હાર દેખાઈ રહી છે, એટલે વિરોધના નામે નાટક કરવામાં આવી રહ્યું છે.

ત્રિમાસિક સામાન્ય સભામાં હોબાળો થયો હતો

તમને જણાવી દઈએ કે દાહોદ નગર પાલિકા દ્વારા શુક્રવારે સાંજે પાલિકાના જ સેન્ટ્રલ વોટર વર્કસમાં ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. નગર પાલિકા અધિનિયમની કલમ 51 અને51(4) મુજબ પાલિકા કચેરી સિવાય સમાન્ય સભા યોજી શકાય નહીં અને યોજવી હોય તો કારણ દર્શાવવુ પડે તેમ હોઈ કોંગ્રેસના સભ્યોએ (Congress) તેનો વિરોધ દર્શાવ્યો હતો અને સભા રદ કરવાની અરજીઓ કરી હતી. જ્યારે શાસક પક્ષે એજેન્ડા ફેરવ્યા તે વખતે જ કારણ દર્શાવ્યાનું જણાવીને સભા વોટરવર્કસમાં જ યોજતાં સભામાં હોબાળો થયો હતો.

વિપક્ષના નેતાએ કહ્યું કે, વોટર વર્કસમાં સામાન્ય સભાનો માત્ર એજન્ડા જ ફેરવ્યો હતો. તેમાં સામાન્ય સભાનું સ્થળ બદલવાનું કોઇ જ કારણ દર્શાવાયુ ન હતું અને એટલે જ અમે અગાઉથી કલેક્ટર અને પ્રાદેશિક કમિશ્નરને લેખિત રજૂઆત કરી હતી. આજે અમે લેખિત વિરોધ પણ રજૂ કર્યો છે. ફરીથી પ્રાદેશિક કમિશ્નરને રજૂઆત કરીશું અને ત્યાં ન્યાય નહીં મળે તો હાઇકોર્ટનો આશરો લઇશું.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati