Patan : દિવાલ ઘરાશાયી થતાં એક મજૂરનું મોત, કોન્ટ્રાકટર દ્વારા ઘટના દબાવવાનો પ્રયાસ

પાટણમાં(Patan) કોન્ટ્રાકટરે દિવાલ પડવા મામલે નગરપાલિકાના ફાયર વિભાગને કે અન્ય કોઇને પણ તેની   જાણ કરી ન હતી. આ ઉપરાંત સમગ્ર મામલાને રફેદફે કરવાનો કોન્ટ્રાક્ટરનો પ્રયાસ  સામે આવ્યો હતો. જેમાં આ મૃતક મહિલા મજૂરનું  PM પણ જાણ બહાર કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 6:55 PM

ગુજરાતના પાટણમાં(Patan)  હાંસાપુર નજીક નિર્માણાધીન કોમ્પલેક્સના પાર્કિંગમાં બપોરે આરામ કરતા ૩ મજૂરો દટાયા હતા. જેમાં દિવાલ ધરાશાઇની(Wall Collapse) ઘટનામાં એક મજૂરનું (Labour) અવસાન થયું છે. તેમજ આ નિર્મણાધીન બિલ્ડિંગમાં ઘટેલી ઘટનાને કોન્ટ્રાક્ટર દ્વારા  દબાવવાનો  પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મંગળવારે બપોરે દિવાલ દૂર્ઘટનામાં ૩ મહિલા મજૂર દટાયા હતા. તેમજ 1  મહિલા મજૂરનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ અન્ય 2 મહિલા મજૂરને  સારવાર માટે  દવાખાનામાં દાખલ કરાયા હતા. જો કે તેમ છતાં કોન્ટ્રાકટરે દિવાલ પડવા મામલે નગરપાલિકાના ફાયર વિભાગને કે અન્ય કોઇને પણ તેની   જાણ કરી ન હતી. આ ઉપરાંત સમગ્ર મામલાને રફેદફે કરવાનો કોન્ટ્રાક્ટરનો પ્રયાસ  સામે આવ્યો હતો. જેમાં આ મૃતક મહિલા મજૂરનું  PM પણ જાણ બહાર કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ કોન્ટ્રાક્ટરે પોલીસને પણ આ મામલે  જાણ ન કરી મામલાને દબાવવાનો  પ્રયાસ કર્યો હતો.

અનુસૂચિત જાતિના યુવાનના લગ્નપ્રસંગે નિકળેલા વરઘોડામાં પથ્થરમારો કરવામાં આવ્યો

પાટણ જિલ્લાના ભાટસણ ગામે અનુસૂચિત જાતિના યુવાનના લગ્નપ્રસંગે નિકળેલા વરઘોડામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો, અનુસૂચિત જાતિના વિજય રામજી પરમારના લગ્ન પ્રસંગે ગામમાં ડીજે સાથે વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો, કેટલાક અસામાજિક તત્વો દ્વારા વરઘોડો પર કરાયેલા પથ્થરમારામાં 4 જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ  ઘટના પગલે ગામમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા,, બાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરીથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો.  એક ચર્ચા મુજબ ગામમાં કોઈ પણ સમાજે વરઘોડો નહી કાઢવો એવો ઠરાવ થયેલો છે. આ ઠરાવ હોવા છતા પણ વરઘોડો કાઢવામાં આવતા પથ્થરમારાની ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલા વરઘોડામાં પણ કેટલાક લોકો જ્ઞાતિ આઘારીત નારા લગાવતા જોવા મળ્યા હતા

(With Input, Sunil Patel) 

Follow Us:
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
g clip-path="url(#clip0_868_265)">