પંચમહાલ : હાલોલમાં પાણી પુરવઠા યોજનામાં કૌભાંડ, નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર સસ્પેન્ડ

પંચમહાલ : હાલોલમાં પાણી પુરવઠા યોજનામાં કૌભાંડ, નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેર સસ્પેન્ડ

| Edited By: | Updated on: Jan 24, 2024 | 9:27 PM

હાલોલના અદેપુર ફળિયામાં પાણીના કનેક્ટિવિટીની કામગીરીના નામે પાણી પુરવઠા યોજનામાં 12.76 લાખનું કૌભાંડ કરતા નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક વર્મા અને મદદનીશ ઇજનેર દેવાંશી ભટ્ટને સસ્પેન્ડ કરી દેવાયા છે. કાગળ પર કામગીરી બતાવી લાખોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

પંચમહાલના હાલોલમાં અધિકારીઓ જ કૌભાંડ કરતા પકડાયા હોવાની ઘટના સામે આવી છે. પાણી પુરવઠા યોજનામાં 12.76 લાખનું કૌભાંડ કરતા નાયબ કાર્યપાલક ઇજનેર કૌશિક વર્મા અને મદદનીશ ઇજનેર દેવાંશી ભટ્ટને સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમણે હાલોલના અદેપુર ફળિયામાં પાણીના કનેક્ટિવિટીની કામગીરીના નામે કૌભાંડ કર્યું હતું.

કાગળ પર કામગીરી બતાવી લાખોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. કામગીરીના ખોટા બિલ બનાવી સ્થળ પર કોઈ કામગીરી કરવામાં આવતી નહોતી. ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે વડોદરાની પ્રિવેન્ટિવ વિજિલન્સે ઓક્ટોબર 2023માં તપાસ હાથ ધરી હતી. જેથી સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો પંચમહાલમાં FSIના ગોડાઉનના ડ્રાઈવરના ઘરેથી ગેરકાયદે અનાજના કટ્ટા મળ્યા, જુઓ વીડિયો