ગુજરાતમાં નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્વે આટલા મંત્રીઓની ઓફિસ ખાલી કરાઇ, જાણો વિગતે

ભાજપ ગુજરાતમાં પ્રધાનમંડળમાં નો રીપિટ થિયરી અપનાવી છે. જેને પગલે ચાલુ પ્રધાનોના પત્તા કપાવાના છે અને તેમના સ્થાને નવા ચહેરાઓ આવવાના છે. જેને પગલે કેટલાક પ્રધાનોને તેમની ઓફિસો ખાલી કરવાની સૂચના અપાઇ છે.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની શપથવિધિ પહેલાં કેટલાક વર્તમાન પ્રધાનોએ તેમની ઓફિસો ખાલી કરી દીધી છે. ભાજપ ગુજરાતમાં પ્રધાનમંડળમાં નો રીપિટ થિયરી અપનાવી છે. જેને પગલે ચાલુ પ્રધાનોના પત્તા કપાવાના છે અને તેમના સ્થાને નવા ચહેરાઓ આવવાના છે. જેને પગલે કેટલાક પ્રધાનોને તેમની ઓફિસો ખાલી કરવાની સૂચના અપાઇ છે.

જેમાં અત્યાર સુધીમાં આ પ્રધાનોની ઓફિસ ખાલી કરી દેવામાં આવી છે.

1. પ્રદીપસિંહ જાડેજા
2. ભૂપેન્દ્ર ચુડાસમા
3. જયેશ રાદડિયા
4. સૌરભ પટેલ
5. કૌશિક પટેલ
6. આર.સી. ફળદુ
7. ગણપત વસાવા
8. ઈશ્વર પરમાર
9. દિલીપ ઠાકોર
10. જયદ્રથ સિંહ પરમાર
11 બચુ ખાબડ
12 ઈશ્વર પટેલ
13 કુંવરજી બાવળિયયા
14. વાસણ આહીર

એ સ્વર્ણિમ સંકુલમાંથી ઓફિસ ખાલી કરી દીધી છે.

ગુજરાત(Gujarat)માં સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel) નવા મંત્રીમંડળની ગુરુવારે બપોરે 1. 30 વાગે શપથવિધિ છે. જો કે તે પૂર્વે નવા મંત્રીઓના નામને લઇને અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સીએમ ભુપેન્દ્ર પટેલ તથા સી. આર. પાટીલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ રહી છે.

ગુજરાતના(Gujarat) સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel) નવા મંત્રીમંડળની ગુરુવારે બપોરે 1. 30 વાગે વિધિવત રીતે શપથવિધિ થશે. જેમાં બુધવારે સાંજે યોજાનારા શપથવિધિ કાર્યક્રમને સિનિયર નેતાઓની નવા નામોને લઇને નારાજગી લઇને મોકૂફ રાખવામાં આવ્યો હતો.જેમાં નવા મંત્રીમંડળની પસંદગીમાં નો રિપીટ થીયરીની ચર્ચા બાદ સમગ્ર પેચ ફસાયો હતો.

આ પણ વાંચો : Ahmedabad : કોર્પોરેશનના દબાણ કરાયેલા પ્લોટની સમીક્ષા ઝોન સ્તરે ડેપ્યુટી કમિશ્નરો કરશે

આ પણ વાંચો : Surat : ઓટો સેક્ટર ઇન્ડસ્ટ્રી પરથી દૂર થયા મંદીના વાદળો, દિવાળીથી નવરાત્રી સુધી બુકીંગ

  • Follow us on Facebook

Published On - 9:47 am, Thu, 16 September 21

Click on your DTH Provider to Add TV9 Gujarati