હવે સરખેજથી ગિફ્ટ સિટી સુધી દોડશે ડબલ ડેકર AC બસ

હવે સરખેજથી ગિફ્ટ સિટી સુધી દોડશે ડબલ ડેકર AC બસ

| Edited By: | Updated on: Jan 07, 2024 | 3:07 PM

ગુજરાત સરકાર દ્વારા નવી પાંચ એસી ડબલ ડેકર બસનું સંચાલન કરવામાં આવ્યું છે, જેમાંથી બે બસ ગાંધીનગર સિટીને ફાળવવામાં આવી છે. હાલમાં ગાંધીનગર સીટીને બે ડબલ ડેકર એસી બસ ફાળવવામાં આવી છે.

અમદાવાદના સરખેજથી ગાંધીનગરની ગિફ્ટ સુધી એસટી દ્વારા ડબલ ડેકર AC બસ દોડાવાશે. આજે રવિવારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને માર્ગ પરિવહન પ્રધાન હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે ડબલ ડેકર AC બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પ્રથમ તબક્કામાં ડબલ ડેકર AC અને ઇલેક્ટ્રિક બસ સરખેજથી ગાંધીનગર સીટી રોડ પર પ્રાથમિક સંચાલન શરૂ કરવામાં આવશે. ડબલ ડેકર બસની અંદર, મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

ગુજરાત સરકાર દ્વારા નવી પાંચ એસી ડબલ ડેકર બસનું સંચાલન કરવામાં આવ્યું છે, જેમાંથી બે બસ ગાંધીનગર સિટીને ફાળવવામાં આવી છે. હાલમાં ગાંધીનગર સીટીને બે ડબલ ડેકર એસી બસ ફાળવવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પરિવહન મંત્રી હર્ષ સંઘવી અને ગિફ્ટસીટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રે, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે ડબલ ડેકર બસમાં બેસી મુસાફરી કરી હતી.