Vadodara: પાર્થ સ્કૂલના શિક્ષક રાજુ ભટ્ટનો બફાટ, ગાંધીજી અને જવાહરલાલ નહેરૂ અંગે કરી આપત્તિજનક ટિપ્પણી

વડોદરામાં એક શિક્ષકનો બફાટ સામે આવ્યો છે. વ્હોટસ એપ યુનીવર્સીટીનો ઈતિહાસ ભણાવતા શિક્ષકે પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યું છે. આ બાબતને લઈને વિવાદ વકર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 7:19 PM

વડોદરામાં એક શિક્ષક વિદ્યાર્થીઓને ઈતિહાસનું ઊંધુ શિક્ષણ આપતો હોવાનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો. કારેલીબાગની પાર્થ સ્કૂલના શિક્ષક રાજુ ભટ્ટે ઑનલાઈન અભ્યાસ,અ પોતાનું વ્હોટસ એપ યુનિવર્સીટીનું જ્ઞાન ઓક્યું. ક્લાસ દરમિયાન તેણે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરૂ અંગે આપત્તિજનક ટિપ્પણી કરી. શિક્ષકે કહ્યું કે દેશના લોકો ભૂખથી મરતા હતા. અને નહેરૂ માટે સિગાર લેવા પ્લેન વિદેશ જતું હતું. શિક્ષક આટલેથી જ ન અટકયો અને દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પરિવાર પર અંગત પ્રહાર કર્યા. કહ્યું કે નહેરૂ પરિવારના બાળકોની પાર્ટી પણ ચાર્ટર પ્લેનમાં થતી હતી. જે બાદ વાયરલ વીડિયોમાં કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતું કહ્યું કે કોંગ્રેસમાં કોઈ ગરીબ પરિવાર છે ખરા, બધા જ ચોર છે. ઑનલાઈન અભ્યાસ દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ બહારનું વિવાદીત ભણાવ્યું. આ બફાટ વાઈરલ થતા જ વિવાદ વકર્યો છે.

કોંગ્રેસ નેતા અને વકીલ શૈલેશ અમીને ઈતિહાસનું ખોટું અર્થઘટન કરનારા શિક્ષક અને શાળા સંચાલકો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. તો આ વિવાદ વકરતા શાળાએ શિક્ષકના નિવેદનોને અંગત ગણાવી તેની સાથે અસહમતિ દર્સશાવી છે. આ ઉપરાંત શાળાના આચાર્યએ સમાજશાસ્ત્રના શિક્ષકને નોટિસ આપી ખુલાસો માગ્યો છે. આ શિક્ષકના જવાબના આધારે આગળના પગલા લેવાશે.

પાર્થ સ્કૂલના શિક્ષકની વિવાદાસ્પદ ટિપ્પણી મામલે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે. વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા સંચાલકોને નોટિસ આપવામાં આવશે. શિક્ષકે અભ્યાસ સિવાયનું શિક્ષણ ન આપી શકે. જેના ભંગ બદલ શિક્ષક સામે કડક કાર્યવાહીની શિક્ષણાધિકારીએ ચીમકી ઉચ્ચારી છે.

 

આ પણ વાંચો: માતાનો મઢ બન્યો ઐતિહાસીક ઘટનાનુ સાક્ષી ! માં આશાપુરા પાસે 350 વર્ષમાં પ્રથમવાર પત્રી મહિલાએ ઝીલી

આ પણ વાંચો: ગાંધીનગરમાં દેવાંશની હત્યા : પોલીસે હત્યા કરનારા એક સગીર સહીત 4 આરોપીઓને ઝડપી પાડ્યા, જાણો શા માટે કરી હત્યા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">