CT સ્કેન સ્વાસ્થ્ય માટે છે હાનિકારક! બીનજરૂરી સીટી સ્કેન કરાવતા પહેલા ચેતજો

નિષ્ણાત તબીબોનું કહેવું છે કે જો કોરોનામાં હળવા લક્ષણો હોય તો સીટી સ્કેન કરવાની જરૂર નથી. સીટી સ્કેન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

| Updated on: May 05, 2021 | 1:16 PM

કોરોના સામે RT-PCR અને એન્ટીજન ટેસ્ટ પછી તબીબો સૌથી વધુ સીટી સ્કેન માટેની સલાહ આપવામાં આવે છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો સીટી સ્કેન કરાવી રહ્યા છે. હકીકતમાં ઘણા લોકોમાં કોરોના લક્ષણો હોવા છતાં પણ નેગેટિવ રિપોર્ટ આવી રહ્યા છે, જેના પછી ડોકટરો તેમને સીટી સ્કેન કરાવવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ નિષ્ણાત તબીબોનું કહેવું છે કે જો કોરોનામાં હળવા લક્ષણો હોય તો સીટી સ્કેન કરવાની જરૂર નથી. સીટી સ્કેન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તે મળ્યા પછી, કેન્સરની સંભાવના વધી શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે સીટી સ્કેન અને બાયોમાર્કરનો દુરૂપયોગ થઈ રહ્યો છે. જો હળવા લક્ષણો હોય તો સીટી સ્કેનની જરૂર રહેતી નથી. એક સીટી સ્કેન 300 ચેસ્ટ એક્સ રે બરાબર છે. તે ખૂબ જ નુકસાનકારક છે. કોરોના કાળમાં હાલ ઘણા લોકો સીટી સ્કેનમાંથી પસાર થઈ રહ્યા છે. જ્યારે સીટી સ્કેનની જરૂર નથી. આ સ્થિતિમાં સીટી સ્કેન કરાવીને લોકો પોતાની જાતને જ નુકસાન પહોંચાડી રહ્યા છે. આવું કરીને લોકો પોતાની જાતને રેડિયેશનના સંપર્કમાં લાવી રહ્યાં છે, જેનાથી કેન્સર થવાની સંભાવના વધી જાય છે.

જે રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો બ્લેક કરે છે, દર્દીના સગાઓ હેરાનગતિ ભોગવે છે, એ ઇન્જેક્શન હકીકતમાં આરોગ્ય માટે હાનિકારક બની રહ્યું છે. રેમડેસિવિરના ડોઝ લેનાર દર્દીઓ એવી ગંભીર બીમારીનો ભોગ બની શકે છે જેની સામે તેમને જીવનભર ઝઝૂમવું પડી શકે એમ છે. એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે. વારંવાર સીટી સ્કેન પણ શરીર માટે હાનિકારક છે, તેનાથી કેન્સર થવાનું જોખમ છે. રેમડેસિવિર અને સ્ટેરોઇડના કૉમ્બિનેશનથી શરીરમાં સુગર લેવલ વધી જાય છે. ડાયાબિટિસના દર્દીઓનું સુગર લેવલ તો 400 સુધી પહોંચી જાય છે.

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">