મહાદેવના ભક્તો માટે સારા સમાચાર: આજથી સોમનાથ મંદિરના દર્શન કરવા માટે પાસ લેવાની જરૂર નહીં

કોરોના કાળ હવે હળવો થયો હોવાથો સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં દર્શન માટે પાસ પ્રથા 11 ઓક્ટોબરથી સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 6:25 PM

સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોના કાળમાં શરૂ કરાયેલ એન્ટ્રીપાસ સિસ્ટમ રદ્દ કરવામાં આવી છે. કોરોના મહામારીની ચરમસીમાએ યાત્રીઓની સંખ્યામાં નિયંત્રણ રાખવા ટ્રસ્ટ દ્વારા આ પાસ શરૂ કરાયા હતા. જેમાં ઓનલાઇન અને ઓફલાઇન એન્ટ્રી પાસ આપવામાં આવતા હતા. વિશ્ચ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દેશ વિદેશથી લોકો દર્શન માટે આવે છે. અત્યાર સુધી કોરોના બાદ પાસ દ્વારા એન્ટ્રી આપવામાં આવતી હતી. આ દરમિયાન ઓનલાઈન તેમજ ઓફલાઈન રીતે પાસ લઇ શકાતા હતા. પરંતુ કોરોના કાળ હવે હળવો થયો હોવાથો દર્શન પાસ પ્રથા 11 ઓક્ટોબરથી સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

બીજી લહેર બાદ કોરોનાના કેસ હવે ઓછા આવી રહ્યા છે. કોરોનાનો પ્રભાવ ખુબ ઓછો થતાં ટ્રસ્ટ દ્વારા પાસ સિસ્ટમ બંધ કરવા નિર્ણય કરાયો છે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે 14 મહિના સુધી પાસ સિસ્ટમ શરુ રહી. જેમાં 47.87 લાખ જેટલા ભાવિકોએ પાસ લઈને મહાદેવના દર્શન કર્યા છે. ટ્રસ્ટ દ્વારા પાસ નાબૂદ કરાતા હવે કોઈપણ સમયે વ્યક્તિ સીધાં જ કતારમાં ઉભા રહીને દર્શન કરી શકશે. ટ્રસ્ટના આ નિર્ણયથી શિવભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

આ પણ વાંચો: હિના પેથાણીની હત્યા કેસમાં વધુ એક ખુલાસો: હત્યા અને બાળકને તરછોડ્યા બાદ આ જગ્યાએ ગયો હતો સચિન દિક્ષિત

આ પણ વાંચો: Vadodara: ભક્તિમાં ભેદભાવ શા માટે? દલિત સમાજની મહિલાને ગરબે રમતા રોકાતા 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">