MEHSANA : નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું, “બધું જાહેરમાં કહેવાય એવું નથી, ઘણું સહન કર્યું છે, પક્ષના સુખ સાથે સુખી, દુઃખ સાથે દુઃખી થયો”

Statement of Nitin Patel : નીતિન પટેલે એમ પણ કહ્યું કે હિન્દુત્વના નિવેદન બાદ તેમને ઘણી ધમકીઓ મળી હતી અને હિન્દુત્વના નિવેદન બાદ મને 5 હજાર કરતા વધુ ફોન આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 5:46 PM

MEHSANA : મહેસાણામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. એક સમારોહમાં નિવેદન આપતા તેમણે કહ્યું બધું ઠીક ચાલશે તો બીજુ મોટું ઉદ્દઘાટન કરવાનું છે. હું હંમેશા પક્ષના સુખ સાથે સુખી, દુઃખ સાથે દુઃખી થયો છું. તેમણે કહ્યું બધું જાહેરમાં કહેવાય એવું નથી, ઘણું સહન કર્યું છે. નીતિન પટેલે એમ પણ કહ્યું કે હિન્દુત્વના નિવેદન બાદ તેમને ઘણી ધમકીઓ મળી હતી અને હિન્દુત્વના નિવેદન બાદ મને 5 હજાર કરતા વધુ ફોન આવ્યા હતા.પાટીલ સહિત રાષ્ટ્રવાદી નેતાઓએ તેમણે સપોર્ટ કર્યો હોવાનું પણ નીતિન પટેલે કહ્યું.

વધુમાં નીતિન પટેલે કહ્યું, “દરેકની ઢાલ બનીને બીજાના ઘા સહન કર્યા છે,કોઈ ખોટું કરે તો પણ હું એને સાચું જ કહું છું
કોઈને ખોટું લાગે એ મારે નથી જોવાનું.”

નીતિન પટેલના આ નિવેદન અંગે એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે સતત ત્રીજી વાર મુખ્યપ્રધાનપદ સુધી પહોચેલા નીતિન પટેલને આ વખતે પણ આ પદ ન મળતા તેમનું દુઃખ છલકાઈ આવ્યું છે. પહેલા જયારે આનંદી બહેને રાજીનામું આપ્યું ત્યારે મુખ્યપ્રધાનપદ માટે નીતિન પટેલનું નામ ચર્ચામાં હતું અને હાલ વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ છેલ્લી ઘડી સુધી નીતિન પટેલનું નામ સૌથી આગળ હોવાનું માનવામાં આવી રહ્યું હતું.

નીતિન પટેલના હિન્દુત્વના નિવેદનની રાજ્ય સહીત રાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચાઓ થઇ હતી. 27 ઓગષ્ટે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે વિશ્વ હિંદુ પરિષદની ધર્મસભા યોજાઈ હતી. આ ધર્મસભામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે દેશમાં હિંદુઓની બહુમતિ છે ત્યાં સુધી કાયદો અને બંધારણ ટકેલા છે. હિંદુઓની બહુમતિ છે એટલે જ બિનસાંપ્રદાયિકતાની વાત કરશે, જો હિંદુઓની સંખ્યા ઘટી, બીજા લોકો વધ્યા તો બધું પૂર્ણ થઇ જશે. દેશમાં કોઇ કોર્ટ કચેરી કે બંધારણનું અસ્તિત્વ નહીં રહે.દેશની બિનસાંપ્રદાયિકતા જોખમમાં મુકાશે અને બધું બધુ દફન થઇ જશે.

આ પણ વાંચો : રાજકોટ શહેર અને ગ્રામ્યમાં બારે મેઘ ખાંગા, લોધિકામાં 18 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">