Navsari : બે મહિલા આરોગ્ય કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા કર્મચારી મંડળે હડતાળની ચીમકી ઉચ્ચારી

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળે અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપી છે.જિલ્લાના 45 સામુહિક આરોગ્ય કેન્દ્રના ૭૦૦થી વધુ આરોગ્ય કર્મીઓ નવસારી જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2022 | 10:02 AM

નવસારી (Navsari)જિલ્લાના ચીખલી તાલુકાની બે મહિલા આરોગ્ય કર્મચારી(Health Worker)ને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ(sunspend) કરાતા આરોગ્ય કર્મચારીઓ ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિલા આરોગ્ય કર્મચારીઓના સમર્થનમાં તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે. ઘટના બાદ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળે અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપી છે.જિલ્લાના 45 સામુહિક આરોગ્ય કેન્દ્રના ૭૦૦થી વધુ આરોગ્ય કર્મીઓ નવસારી જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા કરશે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની બે મહિલા આરોગ્ય કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેનશનની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના વિરોધમાં નવસારી જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓએ સામૂહિક હડતાલની ચીમકી ઉચ્ચારી છે. મામલાને લઈ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળે આપી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપી છે. ફરજ મોકૂફ કરાયેલી મહિલાઓ કર્મચારીઓને ફરજ મોકુફી ના આદેશ રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે. નવસારી જિલ્લાના 45 સામુહિક આરોગ્ય કેન્દ્રના ૭૦૦થી વધુ આરોગ્ય કર્મીઓ નવસારી જિલ્લા પંચાયત કચેરી ખાતે ઘરના કરશે તેમ નારાજ કર્મચારીઓએ જણાવ્યું હતું. કર્મચારી મંડળના કન્વીનર સુરેશ ગામીતે જણાવ્યું હતું કે નવસારી પંચાયતના આરોગ્ય કર્મચારીઓ સરકારના તમામ આદેશનું પાલન કરે છે. બે બહેનોને સગર્ભા માતાઓની નોંધણી ન કરી લાભથી વંચિત રાખી હોવાનાઆક્ષેપ સાથે ફરજ મોકૂફ કરાયા છે. આ હુકમ પરત ન લેવાય ત્યાં સુધી કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જશે અને ધારણા કરી રોષ વ્યક્ત કરશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">