Navsari: ત્રીજી લહેરનો સામનો કરવા સરપોર ગામમાં થયું ખાસ આયોજન, સોશિયલ ડિસ્ટન્સિંગ પર મુકાઇ રહ્યો છે ભાર

કોરોનાની ત્રીજી લહેરની ચર્ચાએ નાગરિકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. આવા સંજોગોમાં કેટલાક ગામો એવા પણ છે જેઓએ અત્યારથી જ ત્રીજી લહેરનો સામનો કરવા માટેની રણનીતિ તૈયાર કરી દીધી છે.

| Updated on: May 27, 2021 | 12:28 PM

કોરોનાની (Corona) બીજી લહેરના વળતા પાણી થઇ રહ્યા છે, ત્યાં ત્રીજી લહેરની ચર્ચાએ નાગરિકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. આવા સંજોગોમાં કેટલાક ગામો એવા પણ છે જેઓએ અત્યારથી જ ત્રીજી લહેરનો સામનો કરવા માટેની રણનીતિ તૈયાર કરી દીધી છે. આવું જ એક ગામ છે નવસારીનું સરપોર ગામ. આ ગામમાં ત્રીજી લહેરને આવતી રોકવા માટે ખાસ આયોજન કરાયું છે, ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે ગ્રામજનો.

રાજ્યમાં નવ દિવસ બાદ ફરી કોરોના (Corona) સામે જંગ જીતનાર દર્દીઓનો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે, જ્યારે બે મહિના બાદ દૈનિક મૃત્યુઆંક 36 થયો છે. આ સ્થિતિ છે રાજ્યમાં કોરોનાની. રાજ્યના સ્થાપના દિવસથી કોરોનામાં શરૂ થયેલી રાહત યથાવત છે અને રાજ્યમાં 3 હજાર 85 નવા કેસ નોંધાયા છે. જ્યારે કે બે મહિના બાદ દૈનિક મૃત્યુઆંક 36 થયો છે.

કોરોનાકાળમાં સૌથી મોટી રાહતની વાત એ છે કે રિક્વરી રેટ વધીને 91.82 ટકા થયો છે અને રાજ્યમાં હવે 55 હજાર 548 એક્ટિવ કેસ તથા 594 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 9,701ને પાર પહોંચ્યો છે. રાજ્યના મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદમાં 378 નવા કેસ સાથે 6 દર્દીઓના મૃત્યુ થયા.

સુરતમાં નવા 399 કેસ સાથે 7 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા. વડોદરામાં 526 નવા કેસ સાથે 5 દર્દીઓના મૃત્યુ થયા. આ તરફ રાજકોટમાં 183 નવા કેસ નોંધાયા છે, જ્યારે એકપણ દર્દીના મોતના સમાચાર નથી. તો જામનગરમાં 91 કેસ સાથે 2 દર્દીના મૃત્યુ થયા, તો મહેસાણા, ભાવનગર અને દાહોદમાં 2-2 દર્દીઓ કોરોના સામે હાર્યા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">